Abtak Media Google News

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ 6.50 ટકા સુધી પહોંચી ગયેલ છે.

વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર આપનાં ખિસ્સા પર પડશે. રેપો રેટનાં વધવાથી બેંકોમાંથી આપનાં માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય કર્જ લેવું પણ મોંઘુ સાબિત થશે. આ કારણોસર હવે આપનાં ખિસ્સા પર વધારે EMIનો બોઝ પડશે.

તમને જણાવી દઇએ કે પહેલા જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. RBIએ આ દરમ્યાન 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટમાં થયેલાં આ વધારા બાદ રેપો રેટ 6 ટકાથી વધીને 6.25 ટકા થઇ ગયો હતો. મોદી સરકારનાં 4 વર્ષનાં કાર્યકાળમાં આ પ્રથમ વખત થયું હતું. જ્યારે RBIએ રેપો રેટનો દર વધાર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.