Abtak Media Google News

મેગ્નેટિક મહારાષ્ટ્ર સમિટના પ્રથમ દિવસે  મુકેશ અંબાણીએ  મહારાષ્ટ્રમાં દેશનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ એરિયા સ્થાપવાની જાહેરાત કરી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી હતી કે તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના વૈશ્વિક ભાગીદારો મહારાષ્ટ્રમાં દેશનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ એરિયા સ્થાપશે જેમાં આગામી ૧૦ વર્ષમાં ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.અહીં મેગ્નેટિક મહારાષ્ટ્ર સમિટના પ્રથમ દિવસે તેમણે આ જાહેરાત કરી હતી.

તેમણે લોકેશન અંગેની અને પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે તેની કોઈ વિગત આપી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

અંબાણીએ જણાવ્યું હતું કે,આરઆઇએલને આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.

થોડાં સપ્તાહોમાં જ ૨૦થી વધુ કંપનીઓ તેમાં રોકાણ કરવા તૈયાર થઈ ગઈ છે.

આ કંપનીઓમાં સિસ્કો, સિમેન્સ, એચપી, ડેલ, નોકિયા અને એનવિડિયાનો સમાવેશ થાય છે.

દરમિયાન, વડાપ્રધાન મોદીએ મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે ચોથું ક્ધટેન્ટર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.