Abtak Media Google News

મિઝોરમના ફૂટબોલ પ્રેમિને નવા સાજ સજાવવા કવાયત

અબતક,રાજકોટ

ઓક્ટોબર 2022:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આરઆઈએલની સીએસઆર  પાંખ રિલાયન્સ ફાઉન્ડેશન અને મિઝોરમ ફૂટબોલ એસોસીએશનેરિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ  આરએફવાયસી નૌપાંગ (ચિલ્ડ્રન) લીગ દ્વારા રાજ્યમાં પાયાના સ્તરે ફૂટબોલની રમત માટે સંપૂર્ણપણે સ્થાનિક માળખું તૈયાર કરવા અને વિકેન્દ્રિત અભિગમને વિસ્તારવા, રમતને ધરમૂળથી રૂપાંતરિત કરવા માટે હાથ મિલાવ્યા છે. નૌપાંગ લીગનો ઉદ્દેશ્ય રમતનું સ્થાનિક માળખું વિકસાવવાનો અને પાંચ વર્ષની વયના મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી બાળકો અને બાળકીઓ બંનેને સ્પર્ધાત્મક રમત વિકસાવવા અને નિયમિત પ્રેક્ટિસ માટેના અવસર મળી રહે તે માટેનો છે. મલ્ટી-ટિયર, એજ-ગ્રૂપના વ્યાપક આદાન-પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રહેશે અને ખેલાડીઓને અર્થપૂર્ણ રીતે એકબીજા સાથે સાંકળશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષા શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું કે, “ફૂટબોલની રમત એ મિઝોરમમાં જીવનનો એક માર્ગ છે, જે તેના સામાજિક અને સાંસ્કૃતિક તાણાવાળામાં વણાયેલી છે. આરએફ યંગ ચેમ્પ્સ અને મિઝોરમ ફૂટબોલ એસોસિએશન વચ્ચેની આ ભાગીદારી પ્રતિભાશાળી યુવાન યુવક અને યુવતીઓને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ આપશે. તે પાંચ વર્ષની વયના ઉભરતા ફૂટબોલરોને કોમ્પિટિટિવ એક્સપોઝર અને પ્લે ટાઇમ વધારવા માટે સક્ષમ બનાવશે. ફૂટબોલમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે તેવા રાજ્ય મિઝોરમમાં બાળકો માટે ખુલનારી અપાર શક્યતાઓ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

મિઝોરમ ફૂટબોલ એસોસીએશન અને એઆઇએફએફના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર લાલનઘીનગ્લોવા હમર / ટેટીઆ હમરે જણાવ્યું કે અમે મિઝોરમ ફૂટબોલ એસોસીએશન અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચે રચાયેલી ભાગીદારીથી અત્યંત ખુશ છીએ અને આ પ્રોજેક્ટ મિઝોરમ અને ભારતીય ફૂટબોલ માટે ગેમ-ચેન્જર બની શકે છે. સૂચિત નૌપાંગ લીગમાં સમુદાયની ભાગીદારી સ્પર્ધામાં એક અલગ પરિમાણ ઉમેરશે કારણ કે તે બાળકો, માતા-પિતા અને સ્થાનિક સમુદાયની સામૂહિક ભાગીદારી હશે જે ટીમોને અગાઉ ક્યારેય નહીં મળ્યું હોય તેવું પ્રોત્સાહિત પૂરું પાડશે અને લીગની સ્પર્ધાત્મકતાને વેગ આપશે. અમને વિશ્વાસ છે કે મિઝોરમમાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે અને તેનો ઉપયોગ ગ્રામીણ વિકાસ માટે બ્લુપ્રિન્ટ તરીકે થઈ શકે છે અને ભારતીય ફૂટબોલમાં તેના પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. અમે કિક-ઓફની રાહ જોઈ રહ્યા છીએ અને તે જ વર્ષે ભારતમાં FIFA અંડર 17 મહિલા વર્લ્ડ કપ અને FIFA મેન્સ વર્લ્ડ કપ 2022 બાળકોને વધારાનો ઉત્સાહ આપશે. એમએફએ ખુશ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન નાના બાળકોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે જેથી કરીને તેઓ તેમના રમતગમતના સપનાને જીવંત રાખી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.