Abtak Media Google News

આઇએમડીની વેબસાઇટ મુજબ કોલ્ડ વેવની અસરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠાર હજુ વધશે

રાજયભરમાં કાતિલ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. સુસવાટા મારતા ઠંડા પવનથી બચવા લોકો ઘરમાં જ પુરાઇને રહેવા લાગ્યા છે.કેટલાક જીલ્લાઓમાં તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. ત્યારે ગઇરાત્રે સૌરાષ્ટ્રભરમાં ઠંડીથી થોડી રાહત જોવા મળી હતી. ત્યારે આવતીકાલથી ફરીથી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે રાજયમાં નલીયા હાલ સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે.

છેલ્લા ૧૦ દિવસોમાં એકા એક ઠંડીનું પ્રમાણ વધતુ જોવા મળ્યું છે. જો કે ભારતની ઠંડી વધવાનું એક કારણ એર્ન્ટાટીકના હીમપ્રપાત હોવાનો પણ અંદાજ છે, હાલ, શ્રીનગર, હિમાચલ, જમ્મુ, કાશ્મીર ઉપરાંત રાજસ્થાનમાં પણ તાપમાન શૂન્ય ડીગ્રીમાં નોંધાઇ રહ્યું છે.

છેલ્લા બે દિવસથી ટાઢમાં નરમાશ રહી અને વાતાવરણ પણ બેલેન્સ રહ્યું હતું. પરંતુ આવતીકાલથી ઠંડી હાડથીજવતી થવાના એંધાણો છે. ગઇકાલે છ રાજયમાં લધુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી રહેતા હવાની ગતિ ર૪ કલાકમાં ૮ પોઇન્ટ પ્રતિ  કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ રહી હતી.તો સૂખી હવા ૨૯.૧ ડીગ્રીએ તાપમાન નોંધાયું હતું. ગઇકાલે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી અને લધુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સીયસ રહ્યું છે.

આઇએમડીની વેબસાઇટ મુજબ કોલ્ડ વેવની અસરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને કચ્છનું તાપમાન ૧૧ ડીગ્રી સેલ્સીયસથી ઓછું થઇ શકે છે.હાલ રાજયમાં ૬.૮ ડીગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ પ્રદેશ છે.ત્યારબાદ ૭ ડીગ્રી સાથે નલીયા, ૭.૧ સાથે કંડલા, ૭.૬ સાથે ડિશા અને ભાવનગરમાં ૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.