Abtak Media Google News

કપાળ પર તિલક કેમ?

પ્રાચીનકાળમાં વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં હતી અને તે સમયે ચાર વર્ણ હતા-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચારેય વર્ણના લોકોની ઓળખ માટે તે સૌના કર્તવ્ય મુજબના તિલક તે સૌ કરતાં હતા. પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયની પવિત્રતાના પ્રતીક તરીકે સફેદ રંગનું તિલક કરતા હતાં. ક્ષત્રિયોનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાયક વૃતિ દર્શાવવા લાલ કુમકુમનું તિલક કરતાં હતાં. વૈશ્યો વેપારી હતા અને સંપતિના સર્જક તરીકે ધન-દૌલત સાથે તેમને સંબંધ હતો તેથી પીળું કેસરનું તિલક કરતા હતાં. જયારે શૂદ્રો અન્ય ત્રણે વર્ણના લોકોને મદદરૂ પ થતા હોવાથી ભસ્મનું, કસ્તૂરી કે કોલસાનું કાળુ તિલક કરતાં હતાં.

આગળ જતા આ પરંપરાએ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય અને વિવિધ આરાધ્ય દેવોના પ્રતીક પ્રમાણે રંગ અને આકાર બદલ્યા હતા. અમુક જ્ઞાતિના લોકો, અમુક ધર્મના લોકો, અમુક ભગવાનને માનનારા લોકોએ તેઓના ગુરુજનોએ કહેલ અને માન્ય રાખેલ તિલક કરવાનું શરૂ  કર્યુ હતું. આથી એક વાત તો નિશ્ર્ચિત બની જતી હતી કે અમુક પ્રકારનું તિલક અમુક લોકોના કળાપમાં જોવાથી તેઓ કયા ધર્મના અનુયાયી છે તે માલૂમ પડી જતું હતું. સૌથી મહત્વની અને નવાઇ પમાડે તેવી બાબત એ છે અને આ અનુપમ પરંપરાને લીધે વિશ્ર્વભરમાં ભારતીયો વિશિષ્ટ રીતે ઓળખાય છે.આપણા સમગ્ર દેહમાંથી ઊર્જા સતત વહેતી હોય છે. તેનું સ્વરૂપ ઇલેકટ્રોમેગ્નેટિક (વિદ્યુત ચુંબકીય) છે અને તેનું મધ્ય બિન્દુ કપાળમાં બે ભ્રમરોની વચ્ચે હોય છે. જયાં તિલક કરવામાં આવે છે. કપાળમાં રહેલું આ બિન્દુ ઘણી બધી રીતે મહત્વનું છે. માથું દુ:ખતું હોય ત્યારે એકયુપ્રેસર જાણનાર વ્યક્તિ આ બિન્દુ ઉપર અંગૂઠો મૂકી દબાણ (પ્રેશર) આપતી હોય છે. અને ખરેખર તે પછી માથાના દુખાવામાં રાહત થાય છે. સંમોહન વિદ્યા જાણનાર લોકો પણ આ બિન્દુ પર જ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. શારીરિક રીતે જોઇએ તો જયારે વ્યકિતને કોઇ ચિંતા સતાવતી હોય છે ત્યારે આ બિન્દુની આસપાસનું કપાળ ગરમ થઇ જાય છે. અને માથાનો દુખાવો શરૂ થાય છે. આ સમયે આ માથાનો દુખાવો શરૂ થાય છે. આ સમયે આ બિન્દુની આસપાસના કપાળમાં ચંદનનો લેપ કરવાથી રાહત થાય છે. આથી જ તો કેટલાંક લોકો કેસર-સુખડનું તિલક રોજ કરતાં હોય છે. આ બધા કારણોસર કપાળમાં આ જગ્યાએ તિલક કરવાનું આપણા પૂર્વજોએ નકકી કર્યુ હોવું જોઇએ અને તે પછી તેની વિવિધ સ્વરૂ પે પરંપરા શરૂ  થવી હોવી જોઇએ તેમ ઘણા લોકો માને છે.કપાળમાં તિલક એ સૌભાગ્યની નિશાની છે. સ્ત્રીઓના કપાળમાં તિલક અને સેથામાં સિંદુર હોવું કે ન હોવું તે તેના વૈવાહિક જીવનની જાણ કરીદે છે.આપણા દેશમાં દરકે શુભકાર્યની શરૂ આતમાં અને કોઇ પણ ક્ષેત્રે વિજય મેળવ્યા બાદ તિલક કરવાનો અનુપમ રિવાજ છે જેનો જગતભરમાં જોટો નથી.

મંત્ર અને યંત્ર બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે. ધાર્મિક ગ્રંથોમાં મંત્ર અને યંત્ર અંગે વિસ્તૃત જાણકારી રજૂ કરવામાં આવી છે. હજારો વર્ષ પૂર્વે રચાયેલા ગ્રંથોમાં રજૂ થયેલા મંત્રો અને યંત્રોની વૈજ્ઞાનિક ગૂંથણી અંગે થયેલાં સંશોધનો દ્વારા તેમાં રહેલી અદ્ભૂત શક્તિ અંગેની જાણકારી પ્રાપ્ત થઇ છે. સામાન્ય રીતે જોઇએ તો વિજ્ઞાન અને ધર્મ સામાસામેના છેડા જણાય છે.  વિજ્ઞાન એટલે તર્કયુકત સંદેહથી શરૂ  થઇને મેળવવામાં આવતું સત્ય. જયારે ધર્મની શરૂ આત વિશ્ર્વાસથી થાય છે. ધર્મ અને વિજ્ઞાન બન્નેનો સમન્વય થાય તે એકવીસમી સદીના સમયની માગ છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામના મહાન વિજ્ઞાનનીનો એક લેખ નેચરના ઇ.સ.૧૯૪૦ના અંકમાં પ્રકાશિત થયો હતો. સાયન્સ એન્ડ રિલિજન વિષયના એ લેખમાં નોંધ્યું છે. કે ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે. અને વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. રિલિજન વિધાઉટસાયાન્સ ઇઝ બ્લાઇન્ડે. એક રીતે તો વિજ્ઞાન અને અધ્યાત્મ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. છતાં એક વાત સ્પષ્ટ રીતે ખ્યાલમાં રાખવાની છે કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંીતમ સત્ય નથી હોતું જયારે અધ્યાત્મની દુનિયામાં અનેક પ્રયાસોના પરિણામે અથવા બ્રહ્માંડની ચેતના સાથેના એકાત્મ બાદ પ્રાપ્ત થયેલ અંતિમ સત્યને રજૂ કરવામાં આવે છે. વિજ્ઞાન કયારેય સંપૂર્ણ કે અંતિમ સ્તય પામી શકતું નથી. હા એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુમાં વધુ નજીક જઇ શકે છે. અંતિમ સત્યની અનૂભૂતિ અત્યાધુનિક ઉપકરણો દ્વારા ઝીલી શકાય તેમ હોતી નથી, કારણ કે અનુભૂતિની ઝાંખી તો અંત:કરણમાં જ થાય છે. શરીરની અંદર રહેતા શરીર અંગે વિજ્ઞાને હજી ઘણી પ્રગતિ કરવાની બાકી છે. વિશ્ર્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્ર્વના સફળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત અને વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્ન કરે છે. અને એ પ્રયત્નોના અંતે પણ આ વિશ્ર્વના સંચાલક બળની શકિતનું રહસ્ય હાથ ન આવતાં તેઓ કોઇ આદશ્ય સત્તાનો સ્વીકાર કરવા લાગ્યા છે. આઇન્સ્ટાઇન અને ઓપન હેમર જેવા પશ્ર્ચિમના વિધાનો પણ સત્ય એટલે કે ઇશ્ર્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.