Abtak Media Google News
  • પૂ .ધીરગુરૂદેવ , સાધ્વીજી પૂ.સ્મિતાજી મ.સા, પૂ.નયનાજી મ.સા,પૂ.નયનાજી મ.સા, પૂ.જિજ્ઞાજી મ.સાના આશિર્વાદથી પ્રોજેકટમાં ચાર ચાંદ લાગ્યા
  • વિરાણી બહેરા-મૂંગા શાળામાં 250 બાળકો અભ્યાસ કરી રહ્યા છે ,જેમાં 120 બાળકો હોસ્ટેલમાં રહે છે

રાજકોટમાં શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટના ઉપક્રમે  ઓમાનવાલા જૈન ભવન હોલમાં પ્રેરણાદાતા પૂ. ધીરગૂરૂદેવની નિશ્રામાં તા.22.5ના સવારે 10 થી 12 કલાકે નૂતનીકરણ-શિલાન્યાસ સમારોહ  ઉદ્યોગપતિ  શ્રી ઈન્દુભાઈ વોરાની અધ્યક્ષતામાં  યોજાયેલ.

કુમારિકાઓનાં હસ્તે તિલક વિધિ બાદ પૂ. ગુરૂદેવના મંગલાચરણ પછી પ્રમુખ શ્રી રજનીભાઈ બાવીસીએ સહુને આવકાર્યા હતા. ડો. નરેન્દ્રભાઈ દવેએ સંસ્થાનો પરિચય અને  પરાગ ઉદાણીએ  નવનિર્માણનો સ્લાઈડ શો રજૂ કરેલ.

મુખ્ય મહેમાન  રાજેશભાઈ વિરાણી, મનેશભાઈ મડેકા, મહેન્દ્રભાઈ વોરા, જીતુભાઈ  બેનાણી, જગદીશભાઈ ભીમાણી તેમજ મોહિત ઝાલા, કનુભાઈ બાવીસી, જે.એમ. પટેલ, ટી.આર. દોશી, શ્રી મુકેશભાઈ દોશી, જીગરભાઈ વારીઆ તેમજ ટ્રસ્ટીગણના હસ્તે દાતાનું સન્માન  અને શિલાન્યાસ વિધિ કરવામાં આવેલ. શાસનપ્રગતિ ચાતુર્માસ પ્રવેશોત્સવ અંકની લોકાર્પણ વિધિ હરેશભાઈ  વોરા, બાલાજીગ્રુપ   અબતક મીડીયાના  મેનેજીંગ તંત્રી  સતીશકુમાર મહેતા વગેરેના હસ્તે   કરાયેલ.

આશરે 10 કરોડના નવનિર્માણમાં સર્વશ્રી  છગનલાલ શામજી વિરાણી, શ્રી શશીકાંત જી. બદાણી,  શ્રી રંગીલદાસ વારીઆ, વોરા વેલફેર ફાઉન્ડેશન રોલેકસ રીંગ્સ લિ.  દયાબેન ગીરજાશંકર શેઠ ટ્રસ્ટ, હાર્દિકા જગદીશ ભીમાણી, ડો.પી.વી. દોશી, સિધ્ધિ વિનાયક મોટર્સ ઝાલા પરિવાર, અજમેરા પરિવાર, ટોલીયા પરિવાર વગેરેના યોગદાનથી 6 કરોડનું ફંડ થવા પામેલ.

દાતાઓને વિવિધ વિભાગના નામકરણમાં જોડાવા અનુરોધ કરવામાં આવેલ છે. સાધ્વીજી પૂ. સ્મિતાજી મ.સા., પૂ. નયનાજી મ.સ., પૂ. પદ્માજી મ.સ.,  પૂ. જિજ્ઞાજી મ.સ.,  બિરાજીત હતા. સમારોહ મધ્યે પૂ. ધીરગૂરૂદેવે જણાવેલ કે   સમાજના કાર્ય કરવા  નિસ્પૃહતા જરૂરી છે. તેમ દાતાઓએ પણ અનાશકત બનીને સમાજના કાર્યમાં સહભાગી બનવાથી અનેકના લાભનું કારણ બને છે. વધુમાં કહેલ કે તંદુરસ્તીમાં કરેલ દાન સોના જેવું, માંદગીમાં  કરેલુ દાન ચાંદી જેવું અને મૃત્યુ પછી  કરેલ દાન સીસા જેવું છે. પૂ. સ્મિતાજી મ.સ.એ  કહેલકે  વર્ષો જૂની જગ્યાઓમાં  નવનિર્માણ થવાથી સમાજને અનેક રીતે સ્થાનો ઉપયોગી બનશે. સૂત્ર સંચાલન  નેન્સી વોરા અને આભાર દર્શન દર્શી વોરાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રજનીભાઈ બાવીસીના  નેતૃત્વમાં પ્રવીણભાઈ ધોળકિયા, ડો. નરેન્દ્ર દવે, હંસીકાબેન મણિયાર, પ્રશાંત વોરા, વગેરે તેમજ શ્રી પંકજ મુછંળ, શિક્ષક વર્ગ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

મૂંગા-બહેરા બાળકોને સમાજમાં જ્યારે તરછોડવામાં આવે ત્યારે અમને દુ:ખ થાય : પ્રમુખ રજનીભાઇ બાવીસી 

Dsc 3003 Scaled 

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટમાં છેલ્લા 40 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપતા અને હાલમાં 90 વર્ષની ઉંમરે પણ યુવાનોને પણ કામગીરીમાં – સેવામાં હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે સેવા કરનાર રજનીભાઇ બાવીસીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટી મંડળે નવા બિલ્ડીંગ નો વિચાર કર્યો.પૂજ્ય ગુરુદેવ ધીરજમુની મ.સા.ના આશિર્વાદ મળતા બિલ્ડીંગ નુતની કરણ નો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.વિરાણી બહેરા મૂંગા શાળા 60 વર્ષ થી કાર્યરત છે.વર્ષ 1947 માં આઝાદી મળી બાદ મા રોટી કપડાં મકાન ની દેશ વ્યવસ્થા કરી રહ્યો હતો ત્યારે વર્ષ 1960 માં રાજકોટની વિભૂતિઓ જેને લોકો પપ્પાજી ના નામથી ઓળખાતા તેમને બહેરા મૂંગા શાળા બનવવાનો નિર્ણય કર્યો.પપ્પાજીની દીકરી બહેરા મૂંગા હતા .પપ્પાજી જનસંઘ ના વિચારવાદી હતા.છગનલાલ શામજી વિરાણી ના પુત્ર જૈનતી ભાઈ તથા શશી ભાઈએ શરુઆતમાં જ 51,000 દાન કર્યું.અનેક આર્થિક મદદ મળ્યા બાદ .બિલ્ડીંગ, છાત્રાલય ,ભોજનાલય બાંધવામાં આવ્યું.હાલમાં શાળામાં 250 બાળકો અભ્યાસ કરે છે જેમાં 120 બાળકો હોસ્ટેલ માં રહે છે.કોરોના દરમ્યાન મોબાઈલ પર અમે શિક્ષણ આપ્યું છે.

સર્વશ્રેષ્ઠ બહેરા મૂંગા શાળા રાજકોટમાં બનશે  :  દાતા રાજેશભાઇ વિરાણી

Dsc 3000 Scaled

દાતાશ્રી રાજેશભાઇ વિરાણી નુતનીકરણ પ્રસંગ નિમિતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નુતનીકરણ નો પ્રસંગ યોજાયો .પૂજ્ય ગુરુદેવ ના આશીર્વાદ સાથે અમે દાન કરેલ. અન્ય લોકોને પણ વિનંતી છે કે સંસ્થા ઘણી સારી છે .વિરાણી બહેરા મૂંગા શાળામાં 250 બાળકો અભ્યાસ કરે છે.બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદ કરશો.રાજકોટમાં વિરાણી બહેરા મૂંગા શાળા નો જે પ્રોજેકટ છે તેવો પ્રોજેકટ ગુજરાતમાં ક્યાંય નહીં હોય તેવું અમે કરવા માંગીએ છીએ.

વિરાણી બહેરા-મૂંગા શાળા જ્ઞાનની વિદ્યાપીઠ થવા જઈ રહી છે : માનદમંત્રી  નરેન્દ્રભાઈ દવે

Dsc 3002 Scaled

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટના માનદ મંત્રી નરેન્દ્રભાઈ દવેએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ લેવલે શાળાના બાળકોને નામના મળી છે.રાજ્ય લેવલ નો કાર્યક્રમ હોઈ તેમાં બહેરા મૂંગા શાળાના બાળકોએ કૃતિ રજૂ કરી ને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.શાળામાં બાળકો ને ઓકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે..બાળકોને ગૃહ ઉદ્યોગ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.બહેરા મૂંગા શાળામાં અમે બ્યુટી પાર્લર ના કલાસ પણ વિધાર્થીઓ ને શીખવ્યા .જેથી ભવિષ્યમાં બહેનો આત્મનિર્ભર બની શકે.

વિરાણી બહેરા મૂંગા શાળાના નુતનીકરણ પ્રોજેકટમાં સૌ આગળ આવે અને કાયકલ્પમાં મદદ કરે

પૂજ્ય ગુરુદેવ શ્રી  ધીરજમુની મ.સા.એ નુતનીકરણ કરણના પ્રસંગે જણાવ્યું હતું કે છગનલાલ ભાઈ વિરાણી નું ખૂબ મોટું યોગદાન રહેલ છે. શામજી વેલજી વિરાણી નું સ્વપ્ન હતું કે ઉપશ્રયનું સર્જન હોઈ , જૈન ચાલ નું સર્જન હોઈ તેને ઉત્કૃષ્ટ બનાવામાં આવે.અનેક યોગદાન તેમને આપેલ.ગુરુદેવે જણાવ્યું હતું કે પાઘડી વાળા બાપા એ કર્યું એ હાલમાં પાટલુંન વાળા નથી કરવાના .વર્ષો પહેલા  પપ્પાજીનું ચિંતન કે બહેરા મૂંગા નું શુ ? એમનો ઉત્તમ વિચાર અને આજે આપણે આ બિલ્ડીંગ ના કાયા કલ્પ નો પ્રારંભ કરી દીધો છે .વિરાણી બહેરા મૂંગા શાળા એક રાજકોટનું સંભારણું છે. એવું બિલ્ડીંગ બનવું જોઈ કે લોકો રાજકોટ આ બિલ્ડીંગ જોવા આવે.રાજકોટ આમ પણ રંગીલું શહેર કહેવાય છે .ઇકોનોમિક સધ્ધરતા , અર્થ વ્યવસ્થા સારી થાય તે માટે સૌ કોઈ દોડતા થયા .10 કરોડ રૂપિયાનો આ પ્રોજેકટ છે.1 કરોડ 51 લાખ થી દાતાઓની શરૂઆત થઈ .રજનીભાઇ 90 વર્ષે દોડતા થયા.રાજેશભાઇ વિરાણી રૂબરૂ આવ્યા.અબોલ ગૌ માતા આશીર્વાદ દીધા વિના ન રહે તે જ રીતે બહેરા મૂંગા વિદ્યાર્થીઓ તમને આશીર્વાદ દીધા વિના નહીં જ રહે .તેઓને અહીં સ્પીચ થેરાપી દ્વારા તેઓને બોલતા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.