Abtak Media Google News

વિજાણુ શાસ્ત્રની લેટેસ્ટ ટેકનોલોજી ‘સ્પીનટ્રોનીકસ’ના સંશોધન માટે ડો.પીયુષ સોલંકી અને પ્રો. નિકેશ શાહને ૩ વર્ષના સંશોધન પ્રકલ્પ માટે અનુદાન મળ્યું

વિજાણુશાસ્ત્ર (ઈલેકટ્રોનિકસ) મારફત દિવસે ને દિવસે ટેકનોલોજી યંત્રો જેવા કે મોબાઈલ, કોમ્પ્યુટર, ઓડિયો વિઝયુઅલ, એઈડસ, એમ.આર.આઈ. , સીટીસ્કેન, ઈસીજી વગેરે માનવજીવનને ઉપયોગી ટેકનોલોજીનાં સાધનો અતિ આધુનિક, ક્ષતિરહિત, ઝડપી અને સાઈઝમાં નાના બની રહ્યા છે. જેમાં ખૂબજ અગત્યનું વિજાણુશાસ્ત્રનું યંત્ર ઈન્ટીગ્રેટેડ ચીપનું મહત્વનું પ્રદાન રહેલ છે. મેડીકલ સંદેશા વ્યવહાર રોજબરોજની જીવન જરૂરીયાત, મનોરંજન વગેરેમાં ઉપયોગી ઉપકરણો બનાવવામાં અગત્યની જરૂરીયાત ઈન્ટીગ્રેટેડ ચીપ ની છે. જેમાં ડાયોડ, ટ્રાન્ઝીસ્ટર, કેપેસીટર વગેરે જેવા અનેકોઅનેક કંમ્પોનન્ટ સૂક્ષ્મતા (નેનો)થી અબજોની સંખ્યામાં ગોઠવવામાં આવે છે. અને તેના મારફત અનેક કાર્યો એક સાથેથી થાય છે. જેના કારણે ઈન્ટીગ્રેટેડ ચીપની સાઈઝ નાની અને કામગીરી ઝડપી બની રહી છે. આબોહવાની માહિતી આપતું અને અનેક અગત્યનાં કાર્યો કરતું સુપર કોમ્પ્યુટરમાં પણ ઈન્ટીગ્રેટેડ ચીપનાં વિકલ્પનું મહત્વ છે. ત્યારે વૈજ્ઞાનિકોએ તમામ વિજાણુ શાસ્ત્રના ઉપકરણો અતિઝડપી સૂક્ષ્મ અને ત્રુટી રહીત બનાવવા નવા પ્રકારની સ્પીનટ્રોનીકસ બ્રાંચ કે જે ભૌતિકશાસ્ત્ર વિષયના કવોન્ટમ ફીઝીકસ અને ઈલેકટ્રોનીકસનાં સંકલનથી તૈયાર કરેલ છે.વર્તમાન સમયમાં કોમ્પ્યુટરની હાર્ડડીસ્ક ડ્રાઈવમાં ઉપરોકત સ્પીન ટ્રોનીકસ ટેકનોલોજીનો ઉપયોગ કરી છેલ્લા ચાર વર્ષથી કરી ડેટા સંગ્રહની ક્ષમતા અનેકગણરી વધારાયેલ છે.

ટેકનોલોજીને ઝડપી અને ગુણવતાયુકત બનાવવા તેના બેઝીક કમ્પોનન્ટ એટલે કે આઈ.સી. (ઈન્ટીગ્રેટેડ ચીપ)ની ગુણવતા વધારવી જરૂરી છે. નેનો મટીરીયલ્સનાં માધ્યમથી ડાયોડ, ટ્રાન્ઝીસ્ટર, કેપેસીટર વગેરે કમ્પોનન્ટ બનાવી તેના મારફત ઈન્ટીગ્રેટેડ ચીપ બનાવવામા આવે તો આઈ.સી.માં અનેક કમ્પોનન્ટ ઉમેરી શકાય અને તેની ઉપયોગીતામાં વધારો કરી શકાય સાથે આઈ.સી.ની કુલ કિંમત ઘટાડી શકાય જેનાથીવિજાણુશાસ્ત્ર ગેઝેટોની મૂળ કિંમત ઘટે અને ગુણવતા ઝડપ વગેરેમાં નોંધપાત્ર વધારો થ, શકે. સૌ.યુનિ.ના ભાતિમ શાસ્ત્ર ભવનનાં સંશોધકો ડો.પિયુષ સોલકી અને પ્રો. નિકેશ શાહ મારફત સ્પીનટ્રોનીકસ ટેકનોલોજીમાં ઉપયોગી સૂક્ષ્મથીન ફિલ્મ બનાવવામા આવે છે. અને છેલ્લા ચાર વર્ષથી ભવનનાં યુવા સંશોધકો મારફત વિવિધ સફળ પ્રયોગો કરાવેલ છે. ડો. પિયુષનાં જણાવ્યા મુજબ સ્પીન ટ્રોનીકસમાં ઉપયોગી ઈન્ટીગ્રેટેડ ચીપમાં ડાયોડ અને ટ્રાન્ઝીસ્ટર તરીકે સફળતા પૂર્વક કરી શકાય છે. તે અંગેનાં પ્રયોગો પણ ડો. સોલંકીના માર્ગદર્શન હેઠળ લેબોરટરીમાં સફળતાપૂર્વક કર્યા છે.

પ્રાથમિક ધોરણે મળેલી પ્રાયોગીક સફળતા અને સંશોધન પત્રો મારફત ડો.પિયુષ સોલંકી અને પ્રો. નિકેશ શાહે સંયુકત રીતે ઈન્દોર સ્થિત ભારત સરકારની યુ.જી.સી. ડી.એ.ઈ. સી.એસ.આર. સંશોધન સંસ્થાનાં વૈજ્ઞાનિક ડો.રામજનય ચૌધરી સાથે કોલોબ્રેશનમાં ૩ વર્ષનાં સંશોધન પ્રકલ્પ માટે અનુદાન માંગવામા આવેલ હતુ ભારત સરકારની સંશોધન સંસ્થાન મારફત સ્પીનટ્રોનીકસ બેઈઝ અગત્યનાં સંશોધનને લીલીઝંડી આપી ૨૦૧૮-૨૧ ૩ વર્ષ માટે પ્રકલ્પ મંજૂર કરાયેલ છે. અને જેમાં એક વિદ્યાર્થીની પ્રોજેકટ માટે નિમણુંક કરવામાં આવનાર છે. જેને યુજીસી-સીએસઆર, ડીએઈ મારફત દર મહિને રૂ.૧૬૦૦૦ સ્કોલરશીપ અને દેશની ખ્યાતનામ ઈન્દોરની સીએસઆર લેબોરટરીમાં કામ કરવાનો ત્રણ વર્ષ લાભ મળનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. પિયુષ સોલંકી અને પ્રો.નિકેશ શાહ અને સંશોધન ટીમનાં પરિશ્રમથી ભૌતિકશાસ્ત્ર ભવનની નેનો મટીરીયલ્સ અને ફંકશન ઓકસાઈડ સંશોધન લેબોરેટરી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોલોબ્રેશન કાર્યથી સતત ધમધમતી રહે છે. તેમના સંશોધન કાર્યને ભવનનાં અધ્યક્ષ પ્રો. હીરેનભાઈ જોષી, પ્રો. મિહીરભાઈ જોષી, યુનિ.ના કુલપતિ અને કુલસચિવએ બિરદાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.