Abtak Media Google News

અન્ય શહેરોમાંથી મંગાવેલા પમ્પો પણ માંદા: ફરી મેઘરાજાનું આગમન થતા પોપટપરાનું નાલુ બંધ

અતિ ભારે વરસાદથી સમગ્ર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પ્રિ-મોન્સુન કામગીરી દરમ્યાન વોંકળાઓની સફાઈ કરવામાં તેમજ વોંકળાઓ ઉંડા ઉતારવામાં તંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે સતત વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસે છે ત્યારે ૧ લાખ થી ઉપરની વસ્તી ધરાવતા રેલનગર, પોપટપરા, મુખ્યમંત્રી આવાસ યોજનાઓ, લોકોને આવવા જવા માટે માત્ર પોપટપરાનું નાલુ રેલનગર અંડરબ્રીજ છે જે બંને ધસમસતા પાણીના કારણે બંધ થયેલ છે. ના છુટકે લોકો ‚ખડીયા ફાટક થઈ જવા માટે મજબુર છે ત્યારે એ રસ્તો પણ ખુબ જ ખરાબ છે અને રેલવે વિભાગ હસ્તક આવતો હોવાથી રીપેરીંગ પણ કરી શકાતો નથી.

ગઈકાલે બપોરથી મનપાના પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, વોર્ડ ઈજનેર વી.સી.રાજદેવ, ડે.એ.એ.ઈ.આર.એન.રવાણી, ડ્રેનેજ વિભાગના ડે.આનંદ મિરાણી, નિર્મળસિંગ સહિતની ટીમ સાથે જાગૃત કોર્પો.ગાયત્રીબા વાઘેલા દ્વારા પોપટપરા નાલા નીચેથી પસાર થતી બોકસગટર, હંસરાજનગર સુધી સફાઈ કરાવાઈ હતી. તેમજ ગુ‚નાનકવાળા વોંકળામાં પણ ચાપણીયા દુર કરી સફાઈ કરાવવામાં આવી હતી અને નીકળેલ કચરો તાત્કાલિક ધોરણે વાહન મારફત ભરાવી નિકાલ કરવામાં આવ્યો હતો છતાં પણ ઉપરથી પાણીની આવક હોવાથી રસ્તો ખુલ્લો થઈ શકયો નથી.

રેલનગર અંડરબ્રીજમાં ડી.ઈ.ઈ. સી.બી.મોરીની ટીમને સાથે રાખી રેલનગર અંડરબ્રીજના પાણી નિકાલની ચાલી રહેતી કામગીરી અંગે પણ જાણકારી મેળવી વધારાના પંપો મુકવા માટે રજુઆત કરી હતી પરંતુ આજુબાજુના ખુલ્લી જમીનના પાણી સતત અંડરબ્રીજમાં ભરાતા હોવાથી પાણી નિકાલના પંપો પાણી કાઢતા હાંફી જાય છે પણ પાણી ઉલેચાતા નથી. જે અંગે હવે પછી આ બ્રીજની આજુબાજુમાં પાણી અંગેની કામગીરી બાબતે કમિશનરને રજુઆત કરાશે.

આ વિસ્તારના બંને રસ્તાઓ બંધ થતા સંતોષીનગર ફાટક પાસેથી જામનગર રોડ આવવા માટેનો રસ્તો તેમજ રેલનગર સંતોષીનગર પાસે આવેલ એનિમલ હોસ્ટેલનો રસ્તો જો ‚ડા દ્વારા રીપેર કરવામાં આવે તો લોકોને મહદઅંશે મુશ્કેલી ઓછી થાય તેમ છે.

Rajkot
Rajkot

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.