Abtak Media Google News

અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે પાણીની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રીને કરી તારણો સાથેની સચોટ રજુઆત

મોરબી : ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ચિક્કાર વરસાદ વરસવા છતાં માર્ચ માસની શરૂઆતમાં જ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જવા લાગી છે અને ડેમના પાણી પીવા માટે અનામત રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે પાણીની સ્થિતિ અંગે ગહન અભ્યાસ કરી મુખ્યમંત્રીને જળ સમસ્યાના કારણો અને તેના કાયમી ઉકેલ માટે લેખિત સચોટ તારણો રજૂ કર્યા છે.

ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે ગુજરાતની પાણીની સ્થિતિનો પાણીદાર અભ્યાસ કર્યો છે. આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું છે કે પાણીની અછત માટે અયોગ્ય આયોજન અને રૂલ્સ લેવલ જાળવણીના જડ નિયમો જવાબદાર છે.

જયસુખભાઇએ કરેલા અભ્યાસ અને ઓબ્ઝવેર્શન મુજબ ગુજરાતમાં ’પુરતો’ વરસાદ પડે છે અને ડેમો આખા ૧૦૦ ટકા કેપેસીટીથી ભરાઇ જાય તેવી પાણીની આવક હોવા છતાં પણ ડેમો ખાલી રહે છે જેના કારણો નીચે મુજબ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓ ટૂંકા અંતરની છે જેથી વરસાદ બંધ થયા પછી ફકત ર થી ૩ દિવસ જ ડેમોમાં પાણીની આવક આવે છે. દર વરસે સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત – મધ્ય ગુજરાતમાં એક સારો વરસાદ ડેમો ભરાઇ જાય તેવો સીઝનમાં પડે છે. ગુજરાતમાં ચેકડેમો, ખેત તલાવડી, વોંકળા બંધ, તળાવો, બોરી બંધ વગેરે છેલ્લા ૧પ વર્ષમાં ખુબ જ બનેલા હોવાથી ડેમો પાણીની આવક ઓછી આવે છે, જો સામાન્ય કે સામાન્યથી વધારે વરસાદ પડે તો પણ ડેમોમાં પાણીની આવક આવતી નથી.

છેલ્લા ૩ થી ૪ વર્ષથી વરસાદ ઓછા પડે છે પરંતુ આખા ચોમાસા દરમ્યાન ૧ વખત જોરદાર વરસાદ પડે છે તો પણ ડેમો ૧૦૦ ટકા ભરાઇ જાય તેવો વરસાદ પડે છે. લગભગ ગુજરાતના ૮પ ટકા એરીયામાં એક વરસાદ એવો જોરદાર પડે છે કે તે  વિસ્તારમાં આવેલ ડેમો ૧૦૦ ટકા ભરાય જાય છે.

વરસાદ પુરતો પડવા છતા પણ સૌરાષ્ટ્ર – ઉતર ગુજરાત – કચ્છ – મધ્ય ગુજરાતના ડેમો ખાલી કેમ રહે છે ? તેના કારણો નીચે મુજબના છે. ગુજરાતના દરેક ડેમોમાં પાણીનો સંગ્રહ કેટલો કરવો એના માટે રૂલ્સ લેવલનક્કી કરવામાં આવેલ છે જેના કારણે ડેમોમાં પુરતી આવક હોવા છતા પણ પાણી સંગ્રહકરવામાં આવતું નથી અને નદીમાં રીલીઝ કરી દેવામાં આવે છે.

ગુજરાતના તમામ ડેમોના રૂલ્સ લેવલજુનથી ઓકોટોબર સુધીના દર ૧૦ દિવસે કેટલો જથ્થો ડેમમાં પાણીનો સ્ટોરેજકરવો તે નક્કી કરવામાં આવેલ છે. આ રૂલ્સ લેવલમુજબ સપ્ટેમ્બરમાસ પુરો થાય ત્યાં સુધીમાં ફકત ૬૦ ટકા વધારે જથ્થો સંગ્રહ કરવામાં આવતો નથી.

ઓકટોબરના એન્ડમાં ૧૦૦ ટકાની કેપેસીટી પાણી સંગ્રહ કરવો એવો નિયમો છે. આ રૂલ્સ લેવલના કારણે જુલાઇ/ઓગષ્ટ કે સપ્ટેમ્બરમાં જો સારો વરસાદ અને ૧૦૦ ટકા ડેમોભરાઇ જાય તેવી પાણીની આવક હોવા છતા પણ ડેમોમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી અને દરવાજાઓપન કરીને પાણી દરીયામાં જવા દેવામાં આવે છે અને પાછળથી વરસાદન પડવાના કારણે ડેમો ખાલી રહે છે.

ગુજરાતના ડેમોની નિભાવણી કરતા અધીકારીઓ ૧૦૦ ટકા રૂલ્સ લેવલનું પાલન કરે છે તેઓ કોઇપણ પ્રકારનું જોખમ કે જવાબદારી લેવા માગતા હોતા નથી અને અમુક અધીકારીઓતો રૂલ્સ લેવલકરતા પણ ઓછું લેવલ રાખતા હોય છે, જેથી તેઓ આરામથી કોઇ જ ટેન્શન વગર ઘરે અથવા ઓફિસે બેસી શકે જે સત્યહકીકત છે. આ બધા કારણોસર ગુજરાતનો ડેમોમાં પાણીનો સંગ્રહટોટલ કેપેસીટીના ૫૫ ટકા વધારે થતો નથી.

આજે ગુજરાતમાં ડેમો બનેલા છે ઓપરેશન/મેન્ટેનેશન/સીકયોરીટી વગેરે માટે કરોડોરૂા.નો ખર્ચ કરીએ છીએ અને ડેમોઅને કેનાલો બનાવવા પાછળ કરોડો રૂા.નો ખર્ચ કરેલ છે.ડેમોઅને કેનાલોમાટે આપણે ખેડુતોની કિંમતી જમીનો સંપાદન કરેલ છે. ગુજરાતના લોકો પાસેથી કરોડોરૂા. ટેકસ સ્વરૂપે લઇને આપણે ડેમો,કેનાલોઅને તેની જાણવળી માટે ખર્ચાઓ કરીએ છીએ અને જો ફકત અધીકારીઓની જવાબદારીનો ફીકસ થાય એટલા માટે જો ડેમોપાણી સ્ટોરેજ કરવામાં ન આવે તો તે કેટલા અંશે વ્યાજબી છે?

આપણે મોટા પ્રોજેકટો કરીએ છીએ પરંતુ તેનો લોકોના હિત માટે જો સાચો પુરતો ઉપયોગ ન કરી શકીએ તો તેનો કોઇ અર્થનથી. જો આપણે ફકત ૪ માસ ચોમાસાના (જુલાઇ/ઓગષ્ટ/સપ્ટેમ્બર/ઓકટોબર) બધા ડેમો ઉપર પાણી સ્ટોરેજ બાબત ધ્યાન આપીએ તો હું એવું માનું છે કે આપણે ૨૦ ટકા થી ૩૦ ટકા ગુજરાતમાં પાણી દર વરસે સ્ટોરેજ કેપેસીટીમાં વધારો કરી શકીએ અને જે પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે તે હલ કરી શકીએ.

છેલ્લા ચાર વર્ષના નીચે મુજબના આંકડાઓ આપ સીંચાઇ વિભાગમાંથી મેળવશો તો આપને ખ્યાલ અવશે કે આપણે ગુજરાતમાં ડેમોની કેપેસીટી સામે કેટલું પાણી સ્ટોર કરેલ અને કેટલું પાણી દરીયામાં વહી જવા દીધું? ડેમની કેપેસીટીકેટલું પાણી સ્ટોરેજ થાય જો ૧૦૦ ટકા ભરાય તો?, જુનથી ઓકટોબર માસ દરમ્યાન કેટલા પાણીનો ઇન ફલો(આવક) થયેલ હતી? જુનથી ઓકટોબર દરમ્યાન કેટલો જથ્થો પાણીનો દરવાજાખોલીને નદીમાં રીલીઝ કરવામાં આવેલ? જુનથી ઓકટોબર દરમ્યાન આ નદીમાં રીલીઝ કરેલ જથ્થો એ ડેમની સંગ્રહ કેપેસીટીનો કેટલા ટકા થાય ? ઓકટોબરએન્ડમાં ચોમાસાની સીઝન પુરી થયેલ ત્યાં ડેમમાં ટોટલ કેપેસીટીના કેટલા ટકા લાસ્ટ ૩૧/૧૦ના રોજ પાણીનો સ્ટોરેજ હતો? આટલા ફીગર જો આપ ચેક કરશો જેથી આપને રૂલ્સ લેવલ બાબત વિચાર કરી શકીએ.

આપણે જો ગુજરાતના તમામ ડેમો ની જે કેપેસીટી અને છેલ્લા ૪ વર્ષમાં સ્ટોરેજ કેપેસીટીમાં કઇ રીતે ર૦% થી ૩૦ % જેવો વધારો કરી શકીએ તે માટે નીચે મુજબના થોડા સજેશનો છે.

*રુલ્સ લેવલ મુજબ ડેમ ભરવાથી અડધો અડધ ડેમો ખાલી રહે છે*

ગુજરાતમાં આવેલા દરેક ડેમોના રૂલ્સ લેવલના નીયમોમાં ચેન્જ કરવાની ખાસ જરૂર છે. કારણ કે આ રૂલ્સ લેવલ મોરબી ખાતે થયેલ પુર હોનારત અને સુરત ખાતે થયેલ હોનારતના કારણે નકકી કરવામાં આવેલ. ગુજરાત બધા ડેમો તેનો કેચમેન્ટ એરીયા/૧૦૦ વર્ષના વરસાદના ફીચરો અને તેના આધારે ડેમની કેપેસીટી અને તે મુજબ ડેમમાં દરવાજા વગેરે તેની ઇનફલો પાણી અને આઉટફલો પાણી વગેરે મુજબ ડેમની ડીઝાઇન/ હાઇટ/ ડ્રોઇંગ/ કેપેસીટી વગેરે નકકી કરવામાં આવેલ હોય છે એટલે કે ડેમ બનાવવાનું જયારે પ્લાનીંગ કરવામાં આવે છે ત્યારે જ આ બધી બાબતોને કાળજીપૂર્વક ચેક કરીને જ ડેમની ડીઝાઇન બને છે જે આપણે બધા જાણીએ છીએ તેમ છતાં પણ જો આપણે ફકત રૂલ્સ લેવલ મુજબ જ સંગ્રહ કરીએ તો તે કેટલું વ્યાજબી છે ?

*શુ અકસ્માતના ભયે આપણે ગાડી ચાલવાનું છોડી દઈએ છી ? તો ડેમમાં  આવું કેમ*

જો પ૦ વર્ષમાં એક થી બે બનાવના કારણે આપણે ડેમોની સ્ટોરેજ કેપેસીટી કફત પ૦% ઉપયોગ કરીએ છીએ અને પાણી સ્ટોર ન કરીએ તો ડેમો અને કેનાલો બનાવવાનો કોઇ જ અર્થ નથી ? આપણે બધા જણીએ છીએ કે રોડ ઉપર એકસીડન્ટો થાય છે અને સેફટી માટેના બધા જ પ્રકાની ફેસેલીટી કાર/ ટ્રક વગેરેમાં હોય છે જેવું કે બ્રેક/ લાઇટ/ કલ્ચ/ સ્પીડ બ્રેકર/ એરબેગ/કારની બોડી વગેરે અને રોડમાં એ મુજબ સેફટી માટે બધુ જ હોય છે તેમ છતા પણ એકસીડન્ટો થતા હોય છે તો શું આપણે રોડ ઉપર ગાડી લઇને પસાર થવાનું બંધ કરી દઇશું ? આજના ’યુગ’માં આવા બનાવો બનતા હોય છે પરંતુ જો ’કરોડ’ રૂા. ના ખર્ચ કરી લાખો લોકોની સગવડતા/ જરૂરીયાતોને આપણે નજર અંદાજ કરીએ તો તે કેટલૂં વ્યાજબી છે ?

*વોટર મેનેજમેન્ટ માટે બોલ્ડ વ્યક્તિની જરૂરત*

જયસુખભાઈ કહે છે કે મારા વિચાર મુજબ આજે ગુજરાતના પાણી સંગ્રહમાટે એક એવી બોલ્ડ વ્યકિતની જરૂર છે જે ડાયનામીક/ પોજીટીવ એપ્રોચ/ લોકો પ્રત્યે લાગણી/ સરકાર પ્રત્યે ડેડીકેશન/ બોલ્ડ ડીસીઝન/ ડે ટુ ડે ર૪ કલાક જુનથી ઓકટોબર એપ્રોચેબલ/ રેગ્યુલર ફોલોઅપ/ હાર્ડવર્ક/ કઇક સારું કરાવની ભાવના સાથે સાહસીક વિચારો અને ડીસીઝન ધરાવતી વ્યકિતની જો આપણે એપોયમેન્ટ આપવામાં આવે જે દરેક ડેમો અધિકારીઓ સાથે ડાયરેકટર ટચમાં રહી શકે તેવી વ્યકિત સાથે સાથે રૂલસ લેવલ કેટલાે જથ્થો સંગ્રહ કરવો/ કેટલો રીલીઝ કરવો/ કયા સમયે કયુ ડીસીઝન લેવુ તેની ફુલ ઓથોરીટી સાથે તેનું ટારગેટ ફકત ગુજરાતના ડેમોમાં પાણીનો જથ્થો ર૦ થી ૩૦% કઇ રીતે વધારે સ્ટોર કરી શકાય. આવી વ્યકિતને કુલ ઓથોરીટી સાથે સ્પેશીયલ ઓફિસર તરીકે અલગ પોસ્ટીંગ/ અલગ સ્ટાફ/ ઓફિસ સાથે ડાયરેકટર ફકત ચીફ મીનીસ્ટર ને રીપોટીેઁગના પાવર સાથે એપોયમેન્ટ કરવી જોઇએ. આપણી પાસે બધુ જ છે ફકત જરૂર છે. પોઝીટીવ એપ્રોચ આજે ગુજરાતના ડેમોની હાલત ર૦ ટનની કેપેસીટીના ટ્રકમાં આપણે ૬ થી ૭ ટન વજન ફકત સેફટી ખાતર ભરીએ છીએ જે ઇકોનોમી/ કોર્મશીયલી/ ટેકનીકલી/ ફીજીબીલીટીની રીતે પણ વ્યાજબી નથી. તેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે બોલ્ડ ડીસીઝન લેવા સમર્થ છે અને ગુજરાતના લોકો આપની પાસે આવી જ અપેક્ષાઓ રાખતા હોવાનું જયસુખભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું.

રૂલ્સ લેવલ જાળવણીના નામે ગુજરાતના ડેમોમાં ભરવામાં આવે છે ક્ષમતાથી અડધું જ પાણી !!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.