Abtak Media Google News

મોરબી જિલ્લાના એકમાત્ર દુરદર્શન રીલે કેન્દ્રને ૬ એપ્રિલે અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને વિહિપ અગ્રણીએ મોરબી જીલ્લાના લોકોની માગણીને ધ્યાને લઇ ને દુરદર્શન રીલે કેન્દ્ર પુનઃ શરૂ કરવા કલેકટરને રજૂઆત કરી હતી.

વિહિપના મોરબીના પ્રાંત અધિકારી રામનારાયણભાઈ દવેએ કલેકટરને રજૂઆત કરી હતી કે મોરબીમાં વર્ષ ૧૯૯૫માં દુરદર્શન રીલે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને તે સમયે પાકિસ્તાની ચેનલના આક્રમણને ખાળવા માટે આ દુરદર્શન કેન્દ્રએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમાંથી દૂરદર્શનની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

આજે ચેનલોની તીવ્ર ડિમાન્ડ વચ્ચે પણ મોરબી જિલ્લાના ઘણા લોકો દુરદર્શન નિહાળે છે તે દુરદર્શન પ્રેમીઓને પ્રસારભારતીએ ઓચિંતો ઝટકો આપ્યો છે.૬ એપ્રિલે કોઈ સ્પષ્ટ કારણ વગર મોરબીનું દુરદર્શન રીલે કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે જેથી એફ.એમ રેડીયો સુવિધા મળે તે પૂર્વે છીનવાઈ ગઈ છે મોરબી જિલ્લાના લોકોની માંગણીને ધ્યાનમાં લઈને મોરબીમાં ફરી દુરદર્શન કેન્દ્ર શરૂ કરી અને રેડિયો સુવિધા આપવામાં આવે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.