Abtak Media Google News

વિઘાર્થીના પરફોર્મન્સ આંકલન કર્યા વગર આગળના ધોરણમાં ધકેલી દેવાય છે આથી શિક્ષણની ગુણવતામાં ઘટાડો થતા નો ડીટેન્શન પોલીસી નાબુદ થવી જોઇએ – શિક્ષણમંત્રી

ગુજરાતની શૈક્ષણિક પઘ્ધતિમાં ફેરફાર કરી ગુણવતાસભર બનાવવા સરકારે કવાયત હાથ ધરી છે. તાજેતરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઇનીંગ (એનસીઇઆરટી) ની બેઠકમાં જણાવ્યું હતું કે, ધોરણ ૮ સુધી ફરજીયાત પાસ કરવાની પઘ્ધતિ નાબુદ થવી જોઇએ. હાલ, તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી વિઘાર્થીઓને પાસ કરી દેવાય છે. અને તેમના રીઝલ્ટ જોયા વગર જ ધોરણ ૮ પછી ઉચ્ચ અભ્યાસ અર્થે આગળના ધોરણમાં ધકેલી દેવાય છે આ પઘ્ધતિથી શિક્ષણની ગુણવતા ઘટી છે.

દિલ્હી ખાતે એનસીઇઆરટીની મીટીંગ માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવેડકર ના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ ૮ સુધી ફરજીયાત પાસ કરવાની પઘ્ધતિ વિશે રજુ કરેલા પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા થઇ હતી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, વિઘાર્થીઓને તેમના પરફોર્મન્સને આધારે જ પાસ કરવા જોઇએ.

આ ઉપરાંત બેઠકમાં એનસીઇઆરટીના પુસ્તકોને ગુજરાતી ભાષામાં ‚પાંતરી કરવાની પણ માંગ કરાઇ હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના એનસીઇઆરટીના પુસ્તક ગુજરાતીમાં હોવા જોઇએ જેથી કરીને ગુજરાતના તમામ વિઘાર્થીઓએ તેને સારી રીતે સમજી શકે અને અન્ય વિઘાર્થીઓની સમકક્ષ બની શકે. જણાવી દઇએ કે આ માંગને સ્વીકારવામાં આવીછે અને આગામી ટુંક સમયમાં એનસીઇઆરટીના પુસ્તકો ગુજરાતીમાં પણ રુપાંતરી થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.