Abtak Media Google News

દેશભરમાં શિક્ષિત બેકારોની સંખ્યા દિનપ્રતિદિન કુદકે ને ભૂસકે વધી રહી છુે. ત્યારે બેકારોની લાચારીનો ગેરલાભ લઇ શહેરમાં વિવિધ ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવા બેકારો પાસેથી ઉઘાડી લુંટ ચલાવાય રહ્યાની ફરીયાદો ઉઠી છે. ઓનલાઇન ફોર્મ ભરી આપતા ધંધાદારીઓ એક ફોર્મ ભરવાના કોઇ રૂ. 100 થી ર00 જેવી રકમ લાચાર બેકારો પાસેથી વસુલે છે. આવી લુંટ અટકાવવા તંત્ર વાહકોએ નિશ્ર્ચિત ભાવ બાંધણું કરવાની જરુર છે. તંત્ર વાહકો આ પ્રશ્ર્ને સક્રિય ન થાય તો વિઘાર્થી સંગઠનોએ આ મુદ્ો હાથમાં લઇ બેરોજગારોને ન્યાય અપાવવો જોઇએ તેવી લાગણી પ્રવર્તી રહી છે.હમણા હમણાં સ્ટાફ સીલેકશન કમિશન, હાઇકોર્ટ, ગૌણ સેવા પસંદગી મંડળ, અમુક બેંકો પોસ્ટ ઓફીસ વગેરે સરકારી કચેરીઓમાં નાની મોટી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે. અને તે માટેની જાહેરાતો અખબારોમાં પ્રસિઘ્ધ થતાની સાથે જ ભરતીની રાહ જોતા બેરોજગારો તક અજમાવવા ફોર્મ ભરવા લાગ્યા છે. હવે મોટાભાગની ભરતીના ફોર્મ ઓનલાઇન ભરવા પડે છે, બધા ઉમેદવારો ઘેર બેઠા મોબાઇલથી ફોર્મ નથી ભરી શકતા એટલે કે કોમ્પ્યુટર કલાસીસનો આશરો લેવો પડે છે. બેરોજગારોની ગરજનો લાભ લઇ કોઇ એક ફોર્મ ભરવાના રૂ. 100 થી ર00 જેટલી ફી વસુલે છે. એક તો બેકારી અને તેમાં વળી ફોર્મ ભરવાના ખર્ચા વળી ફોર્મ ભરવામા બેરોજગારે પરીક્ષા માટેની કેટેગરી મુજબની અલગ અલગ રકમની ફી ભરવી પડે છે. આ ઉપરાંત બીજા પરચુરણ ખર્ચા પણ થતા રહે છે. ત્યારે એક ફોર્મ ભરવામં બેરોજગારોના સહેજે રૂ. પ00 નો કોઇમાં 700 કે 1000 જેટલી રકમ ખર્ચાઇ જાય છે. એક તો બેકારી અને તેમાં આટલા ખર્ચા..! બેકારો માટે તો દુકાળમાં અધિક માસ જેવો ઘાટ સર્જાય છે.

Advertisement

વળી બેરોજગારોનં કામ ખાલી  ફોર્મ ભરવાથી પતી નથી જતું ફોર્મ ભર્યા પછી તેણે પરીક્ષાને અનુરુપ તૈયારી માટે જરુરી બુસક ખરીદવી પડે છે તો ઘણા ધંધાદારી કોચીંગ કલાસ પણ જોઇન્ટ કરે છે. તેની ફી પણ ઉંચી હોય છે. હાલ ભરતી પ્રક્રિયા શરુ થતા ભરતી પરીક્ષાની તૈયારી કરાવતા કોચીંગ કલાસવાળાની ઓસમ પણ ફરી શરુ થઇ હોય તેમ બેંચ શરુ થવા માંડી છે. તેની ફી પણ રૂ. 800 થી 15000 જેેટલી હોય છે. આમ, બેરોજગારોએ તો નોકરી મેળવવા રીતસરનો ચક્રવ્યહુ ભેદવો પડે એવી સ્થિતિ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.