Abtak Media Google News

એક વર્ષ પહેલા ડો. અનિલ કાણે સાથેની ચાય પે ચર્ચાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા તા

સૌરાષ્ટ્ર માટે કલ્પવૃક્ષ બની શકે તેવી કલ્પસર યોજના અંગે ‘અબતક મીડિયા હાઉસ’ દ્વારા વારંવાર અહેવાલો પ્રકાશીત કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

કલ્પસર યોજના અંગે ‚પાણી સરકારની ગંભીરતા જોઈને આગામી સમયમાં સૌરાષ્ટ્રનો પ્રાણસમો પાણી પ્રશ્ર્ન ઉકેલાઈ જશે. તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

‘અબતક’માં તા. ૧૧-૩-૨૦૧૭ના રોજ કલ્પસર યોજના માટે પોતાનો જીવ રેડી દેનાર ડો. અનિલ કાણે સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં કલ્પસર યોજનાથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તે સમયે કલ્પસર યોજનાના સ્વપ્નદ્રષ્ટા ડો. અનિલ કાણેએ યોજનાની રજેરજની માહિતી આપી હતી. યોજના આડેની અડચણોને કઈ રીતે દૂર કરી શકાય તેનો અણસાર પણ આપ્યો હતો. કલ્પસર યોજના સાકાર કરવા માટે કંપનીઓ કોઈ પણ ચાર્જ લેશે નહી ત્યાં સુધીની ધરપત તેમણે આપી હતી.

અબતક સાથેની વિશેષ મુલાકાત દરમિયાન તેમણે પ્રોજેકટ પાછળ થનારા ખર્ચ, સમય, રાજકીય લાગણી, ફાયદા સહિતની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત અતબકે અનેક વખત કલ્પવૃક્ષ સમી કલ્પસર યોજાનને સાકાર કરવા માટે પ્રયત્નોના ભાગ‚પે અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. પરિણામે સરકારે કલ્પસર યોજનાને વિગતવાર રીપોર્ટ તૈયાર કરી વર્ષનાં અંત સુધીમાં પગલા લેવાની તૈયારી બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.