રાઈસ આરોગ્ય માટે નાઈસ, કોણ કહે છે ભાત આરોગવાથી વધે છે વજન !!

દુનિયાના અનેક ભાગોમાં રાઇસ એટલે કે ભાત ખાવામાં આવે છે પરંતુ સૌથી વધારે ભાત ભારતમાં ખવાય છે. ભાત એક એવી વાનગી છે જેને રાંધવા અને પચાવવા ખુબ સરળ છે. જો કે ભારતનો પોતાનો કોઇ સ્વાદ નથી માત્ર ‘સોડમ’ જ છે. પરંતુ દાળ અથવા સબ્જી સાથે  મિકસ કરીને ખાવાથી તેનો સ્વાદ વધી જાય છે.

ભાત વિશે અનેક લોકોને ભ્રાંતિ છે કે ભાત ખાવાથી મોટાપો વધે છે અને શરીરમાં સુસ્તી આવે છે પરંતુ એ એક ભ્રાંતિ છે જયારે હકિકતમાં ભાત ખાવાથી શરીરને અને ફાયદાઓ થાય છે. ભાતમાંથી ઘણાં પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે જરુરી છે.

ભાત ખાવાથી શરીરને કુલ સાત ફાયદાઓ થાય છે જેમાં (1) વજન ઓછું કરવામ)ં સહાયક (ર) યુવાની જાળવી રાખવામાં મદદરૂપ (3) હ્રદય સ્વસ્થ રાખદવામાં (4) સુરગ કંટોલ રાખવામાં (પ) પાચકક્રિયા સુદ્રઢ બનાવેલ (6) નર્વસ સિસ્ટમ બહેતર બનાવવામ)ં (7) ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત

(1) વજન ઘટાડવામાં સહાયત:-

ભાતમાં વસા અને સોડીયમની માત્રા ઓછી તથા ફાઇબર વધારે છે, જે વજન ઘટાડવાનો ઉત્તમ વિકલ્પ છે. તેથી જ ઘણા લોકો ભોજનમાં બ્રાઉન રાઇસ લે છે.

(ર) યુવાની જાળવી રાખવામાં મદદરૂપ:-

ભાતમાં રહેલા એન્ટી એાકિસડેન્ટસ ત્વચાની કોશિકાઓને મુકત કણોથી થતા નુકશાનીથી બચાવીને કરચલી ઓછી કરે છે.

(3) હ્રદય સ્વસ્થ રાખવામાં:-

ભાત એક નૈચુરલ ઇંફલેમેટરી છે, જે રકત વાહિકાઓમાંની ગંદકીને રોકે છે. અને હ્રદય સંબંધી બીમારી સ્ટ્રોકને ઘટાડવામાં સહાયક છે.

(4) સુગર કંટ્રોલ રાખવામાં:-

રાઇસમાં લગભગ ત્રણ ગણુ વધારે ફાઇબર છે જે પ્રોટીનમાં વધારે હોય છે. સફેદ રાઇસના મામલે એક દિવસમાં માત્ર ર00 ગ્રામ ભાત ખાવાથી સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

(પ) પાચનક્રિયા બહેતર બનાવે:- ભાત પ્રાકૃતિક મૂત્ર વર્ધક તરીકે કામ કરે છે: જે શરીરને સાફ કરે છે અને શરીરમાંના ઝહરીલા પદાર્થોને બહાર કાઢે છે

(6) નર્વસ સિસ્ટમ બહેતર બનાવે:-

પ્રતિદિન ભાત ખાવાથી શરીરમાંની નર્વસ સિસ્ટમ યોગ્ય રહે છે. શરીરમાંના તંત્રિકા તંત્રને સ્વસ્થ રાખવા માટે વિવિધ વિટામીન્સની જરુર હોય છે. અને ભાતમાં રહેતા કેટલાક વિટામીન્સ તેની જૈવિક પ્રક્રિયાઓનું વિનિયમન કરવામાં મદદ કરે છે.

(7) ઉર્જાનો સ્ત્રોત:-

વર્ક આઉટ જ માત્ર ઉર્જા મેળવવાનો વિકલ્પ નથી. ભાત ખાવાથી પણ ઉર્જા મળે છે. શરીર માટે જરુરી કાર્બોહાઇડ્રેટસ પુરા પાડવાનું કામ પણ રાઇસ કરે છે. રાઇસ સ્વસ્થ કાર્બોહાઇડ્રેટસથી ભરપુર હોય છે.