Abtak Media Google News

‘ગરીબોની બદામ-મગફળી’

બદામના વધતા જતા ભાવોને કારણે દરરોજ બદામ ખાવી સામાન્ય માણસોને પરવડે નહીં ત્યારે બદામ જેટલા જ ગુણો ધરાવતી, વિટામીન્સથી ભરપુર અને સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદાકારક એવી પલાળેલી હમેશા ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે.

Advertisement

તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીનાં  અનેક ફાયદા છે. તેથી જ તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે.

તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાનાં  ફાયદા. પલાળેલી મગફળી બ્લડ સરક્યુલેશન ક્ધટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. હૃદય માટે મગફળી ખાવી ખુબ લાભદાયક છે. જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.

તેમાં ઓમેગા ૬ ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીનની ચમક વધે છે. પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમનાં  ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે. બાળકોને સવારે પલાળેલી મગફળીનાં  થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે. મગફળી ખાવાથી શરીરમાં રક્તની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે.મગફળી ભૂખને દૂર કરે છે. રોજ ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ તેને નિયમિત મગફળી ખાવી જોઈએ. પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર ક્ધટ્રોલમાં રહે છે. તેનાથી ડાયાબિટીઝ જેવી બીમારીથી બચી શકાય છે. મગફળીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યના યુવી કિરણોથી પણ બચાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.