Abtak Media Google News

RMC ફૂડ વિભાગ દ્વારા જંકશન પ્લોટમાં કરાયું ચેકિંગ, 19

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આયુ. . જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામા આવી. જેમાં દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું તેમજ સ્થળ પર 06 પેઢીને લાઇસન્સ બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી.

સદગુરુ પ્રોવિઝન સ્ટોર -જંકશન પ્લોટમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલ મેંદો,જય જલારામ બેકર્સ -લાઇસન્સ બાબતે નોટિસ, રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિશ, લક્ષ્મી ડ્રાઈફ્રુટ -લાઇસન્સ બાબતે નોટિસ,લક્ષ્મી કિરાણાં ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ,જય બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ,સદગુરુ ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામા આવી.

જય જલારામ ડેરી ફાર્મ,જય ખોડિયાર ફરસાણ માર્ટ, ન્યુ આદિનાથ સ્વીટ સેન્ટર, દિપક પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પાર્લર પોઈન્ટ, ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ, જય બાલાજી ચાઇનીઝ & પંજાબી, શક્તિ ડેરી ફાર્મ, સ્વામિનારાયણ ફરસાણ, બાલાજી પાર્લર, અશોક બેકરી, અમૃત સ્વીટ્સ નમકીન & ડેરી ફાર્મ, અમુલ રેસ્ટોરેન્ટની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.