Abtak Media Google News

પેવર બ્લોક અને સીસી રોડની કામગીરી શરૂ થશે

ચોટીલા શહેરમાં ભાજપ શાસિત  નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી અને સુવિધા વધારવા વિકાસના કાર્યોમાં રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમા વોર્ડ  નં-૧ માં ઘાંચીવાડ, હરીજન વાસ  વિસ્તારમા,વોર્ડ નં-૨ માં ઉમિયાનગર,પંચનાથ નગર,શિવ શક્તિ સોસાયટી વિસ્તાર માં, વોર્ડ નં- ૩ માં અયોધ્યા ધામ સોસાયટી,ધારવાળા વિસ્તાર માં ,મલવાસ વિસ્તારમાં,પંચનાથ મહાદેવ મંદિર ની પાછળના વિસ્તારોમાં પેવર બ્લોક તથા સી.સી. રોડ રૂ.૮૯.૯૪ લાખના ખર્ચે કુલ ૧૯ કામોનુ  શાસ્ત્રોકત વિધિ તથા ભુદેવો દ્રારા મંત્રોર્ચ્ચાર કરી જે તે વિસ્તારના રહિશોના હાથે ખાતમુર્હત કરવામા આવ્યુ હતું.

Img 20201125 Wa0049

જેમા ચોટીલા  શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા ઉપપ્રમુખ જયદિપભાઇ ખાચર,કરણી સેના પ્રમુખ શક્તિસિંહ ઝાલા,ભાજપ મહામંત્રી શૈલેષભાઇ,વજુભાઇ  તથા પાલિકા સદસ્યશ્રીઓ જનકભાઇ ખાચર, જગદિશભાઇ ,ભરતભાઇ ખાચર(બી.કે), સંજયભાઇ કણસાગરા,દેહાભાઇ ચૌહાણ(હકો)   તથા ગામના આગ્રહણીઓ ,વિનુભાઇ સાકરીયા, રત્નાભાઇ(ભુવા), રમેશભાઇ, ડુંગરના પુજારી મહંતશ્રી વસંતગીરી મહારાજ  , સામતભાઇ ,મથુરભાઇ ,ચિરાગભાઇ કોટક, ચિરાગભાઇ શાહ,  વિજયસિંહ ચૌહાણ ,તરૂણભાઇ, મહેન્દ્રસિંહ ઝાલા,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.