Abtak Media Google News

તાબડતોબ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છતાં કલાકો સુધી કોમ્પ્યુટરો બંધ રહેતા અરજદારોને ધરમના ધકકા

સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી રહેલું રાજકોટ શહેર હવે ડિજિટલ બનવાની પણ વાતો કરી રહ્યું છે. આવામાં આજે સવારે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઉંદરોએ ઈન્ટરનેટ સર્વરોના વાયરો કાપી નાખતા મહાપાલિકામાં તમામ કોમ્પ્યુટરો બંધ થઈ ગયા હતા. તાબડતોબ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં કલાકો સુધી કોમ્પ્યુટરો બંધ રહેતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.

Advertisement

5 40આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઈન્ટરનેટ સર્વરના વાયરો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવ્યા છે. આજે સવારે જયારે કચેરી શરૂ થઈ ત્યારે એક પણ શાખાના કોમ્પ્યુટર ચાલુ ન થતા ઈડીપી શાખાને જાણ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન માલુમ પડયું હતું કે, કચેરીમાં એક સ્થળે ઉંદરોએ ઈન્ટરનેટ સર્વરના વાયરોને કોતરી ખાધા હોવાના કારણે કનેકટીવીટી કપાઈ ગઈ છે.

જેના કારણે સર્વર ઠપ્પ થઈ ગયું હોય કોમ્પ્યુટરો બંધ હાલતમાં છે. હાલ મહાનગરપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે. સામાન્ય દિવસો કરતા અરજદારોનો વધુ પડતો ઘસારો જોવા મળે છે. આવામાં આજે ઈન્ટરનેટ સર્વરના વાયરો ઉંદરે કાપી નાખ્યા હોવાના કારણે કોમ્પ્યુટર ઠપ્પ થઈ જતા અરજદારોને ધરમના ધકકા થઈ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.