Abtak Media Google News

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન Rohit Sharma ફરીથી પોતાના જુના ફોર્મમાં વાપસી કરી લીધી છે. કાલે આઈપીએલ-૧૦ માં રમાયેલ મેચમાં રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી.

Advertisement

કાલે રમાયેલ મેચમાં કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવી દીધું અને આઈપીએલ દસની પ્લેઓફમાં પોતાની જગ્યા લગભગ બનાવી લીધી છે. રોહિત શર્માએ ૩૭ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને એક સિક્સર સામેલ છે.

તેની સાથે જ રોહિત શર્માએ આઈપીએલમાં એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. રોહિત શર્મા આઈપીએલમાં પોતાના ૪ હજાર રન પુરા કરી લીધા અને આવું કરનાર ત્રીજા ખેલાડી બની ગયા છે. કાલની મેચમાં અણનમ ૫૯ રનની ઇનિંગ સાથે જ તેમને ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધા અને આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ખેલાડી બની ગયા હતા.

ગૌતમ ગંભીરના આઈપીએલમાં ૧૪૨ મેચમાં કુલ ૪૦૨૧ રન છે જયારે રોહિત શર્માએ ૧૪૭ મેચમાં ૪૦૪૭ રન બનાવી લીધા છે. રોહિત શર્માની ઉપર વિરાટ કોહલી ૧૪૬ મેચ ૪૩૪૯ અને ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈના ૧૫૭ મેચમાં ૪૪૧૬ રન બનાવી ટોપ પર રહેલા છે. રોહિત શર્માની પાસે તક છે વિરાટ કોહલીને પાછળ છોડવાની કેમકે તેમની ટીમ આઈપીએલ-૧૦ માં પોતાના ખરાબ પ્રદર્શન કારણે લગભગ બહાર થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના આધારે Mumbai Indians એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું હતું. રોહિત શર્માએ ૩૭ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા જેના છ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. તેના સિવાય જોસ બટલરે ૨૧ બોલમાં ૩૩ અને નીતિશ રાણાએ ૨૮ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે અંતિમ ક્ષણોમાં રોમાંચક મોડ પર પહોચેલી મેચમાં ૧૯.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૫ રન બનાવી પોતાની આઠમી જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.