Abtak Media Google News

ખંઢેરીમાં રમાયેલા અત્યાર સુધીના મેચના બંદોબસ્તના રૂ. ૩ કરોડ બાકી બીલની પોલીસ દ્વારા કડક ઉઘરાણી કરાશે: મુખ્ય મંત્રી રૂપાણી આઇપીએલના ઉદઘાટનમાં આવે તે પહેલાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને પોલીસ આમને સામને: વિવાદ ઉકેલવા મિટીંગ યોજાશે

જામનગર રોડ પર આવેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ બન્યું ત્યારથી જ અનેક વિવાદ સર્જાતા રહ્યા છે. ખંઢેરી ખાતે આઇપીએલની પાંચ મેચ રમાવવાની છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ફાળવવામાં આવતા પોલીસ બંદોબસ્તનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બીલ ચુકવવામાં ન આવતા પોલીસ દ્વારા બાકી બીલની કડક ઉઘરાણી કરવામાં આવનાર હોવાનો જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદે આપતા વિવાદ ઉકેલવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને પોલીસ વડા વચ્ચે બેઠક યોજવામાં આવનાર છે.

ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ બન્યા બાદ ઘણી ઇન્ટરનેશનલ મેચનું આયોજન થયું છે તમામ મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમન માટે પોલીસનો ઓનપેમેન્ટ બંદોબસ્ત ફાળવવામાં આવે છે પણ અત્યાર સુધીના પોલીસ બંદોબસ્તના ‚ા.૩ કરોડ બાકી બીલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશન દ્વારા ચુકવવામાં આવ્યું ન હોવાથી જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ દ્વારા અગાઉના બાકી ‚ા.૩ કરોડ અને આઇપીએલના પાંચ મેચના બંદોબસ્તનું બીલ વસુલ કરવા કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું છે.

ખંઢેરી સ્ટેડીયમ ખાતે મેચ નિહાળવા આવતા પેક્ષકોના વાહન પાર્કીગની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે ગમે ત્યાં ખેતરમાં વાહન પાર્કીગ કરવા પડે છે અને પેક્ષકો પાસેથી વાહન પાર્કીગની મોટી રકમની લૂંટ ચલાવવામાં આવે છે. વિશ્ર્વના વિવિધ શહેરોમાં આવેલા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પાર્કીંગની પહેલાં વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જયારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પાર્કીંગની વ્યવસ્થાના અભાવે ટ્રાફિક નિયમન કરાવવા પોલીસે નાછુટકે રાજકોટ-જામનગર હાઇવે બંધ કરવો પડે છે અને અનેક વાહન ચાલકોને મેચ દરમિયાન ડ્રાઇવર્ડ કરાયેલા માર્ગ પરથી પસાર થવું પડે છે. ખંઢેરી સ્ટેડીયમ ખાતે મેચ દરમિયાન કરોડોની આવક થતી હોવા છતાં પોલીસ બંદોબસ્તનું બીલ ચુકવવામાં આવતું નથી, પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને પર્યાવરણના મુદે પણ અનેક નિયમનો ભંગ થતો હોવાના કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે તંત્ર ઘુટણીયે પડી ગયું છે.

રાજકોટ માટે ખંઢેરી સ્ટેડીયમ સારી સુવિધા આપવાના બદલે તંત્ર માટે મુશ્કેલી બની રહ્યું છે. આઇપીએલનું તા.૭મી એપ્રિલે ઉદઘાટન માટે મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણી આવી રહ્યા હોવાથી તેમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવનાર હોવાથી બાકીની મેચ દરમિયાન પોલીસ બંદોબસ્તનું બીલ ન ચુકવવાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મેલી મુરાદ છે.

મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીની સુરક્ષા માટે પોટોકોલ મુજબ પોલીસ બદોબસ્ત હોવો જ‚રી છે. પણ ગુજરાત લાયનની બાકીની પાંચ મેચ દરમિયાન પોલીસ બંદોબસ્તનું પેમેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કંઇ રીતે ચુકવશે અને અગાઉના મેચ દરમિયાન ફાળવવામાં આવેલા પોલીસ બંદોબસ્તના બાકી નીકળતા ‚ા.૩ કરોડ પોલીસ કઇ રીતે વસુલ કરશે તે અંગે જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદને પુછાયેલા પ્રશ્ર્નના ઉતરમાં તેઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે મિટીંગ યોજી બાકી રકમની કડક રીતે ઉઘરાણી કરવામાં આવશે તેમજ પાંચ મેચ માટેનું બીલ બનાવી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ખંઢેરી સ્ટેડીયમ અનેક વિવાદોના કારણે તંત્ર માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લાલીયાવાળી ચલાવવામાં આવી રહી છે ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેના ક્રિકેટ સ્ટેડીયમ સામે થયેલી કડક કાર્યવાહીની જેમ ખંઢેરી સ્ટેડીયમના સંચાલકો એટલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે કડક કાર્યવાહી કરી નિયમોનું ભાન કરાવવું અતિ જ‚રી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.