Abtak Media Google News

આખુ ગામ જાનના આગમને જોવા ઉમટયું

હાલમાં લગ્નસરાની સીઝન પુરબહારમાં ચાલી રહી છે, ત્યારે વરરાજા અવનવી રીતે જેવા કે, હાથી, ઘોડા, ઉંટ જેવી સવારી કરીને આગમન કરે છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના નડાળા ગામના વરરાજા નાગરાજભાઈ ભાભલુભાઈ ખાચર એમના અનોખા શોખથી હેલિકોપ્ટરમાં જાન લઈને સેજકપર ગામમાં આવ્યા હતા. ત્યારે ગ્રામજનો હેલિકોપ્ટર જોવા આતુર થઈ રહ્યા હતા.

Advertisement

હેલિકોપ્ટરમાં વરરાજા નાગરાજભાઈની ધમાકેદાર એન્ટ્રી થતા ગામ લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા. વરરાજાએ પણ ગામના પાદરે હેલિકોપ્ટરમાંથી ઉતરીને ગામમાં વટ પાડતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાને જોવા ગામના પાદરે ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.