Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી અને આજની આ મીટીંગમાં કેમ્પમાં વિવિધ માળખાકીય સુવિધાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવેલી હતી. જેમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા.આજની આ એસ્ટેટ કમીટીની બેઠકમાં યુનિવર્સિટી ખાતે નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટીરીયલ ભવનના બાંધકામ અંગે  સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને આ નિર્ણય આજની આ બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય હતો. તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટીરીયલ્સ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં આ ભવનના બાંધકામની કામગીરી શ‚ થશે અને આ અધ્યત્તન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે. જેમાં ૬ કલાસ‚મ, ૮ લેબોરેટરી અને એક સેમીનાર હોલ તૈયાર થશે.તદ્ ઉપરાંત કેમ્પસ પર ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસના બાંધકામ અંગેના કામનું ઈ-ટેન્ડરીંગથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજની એસ્ટેટ કમીટીની બેઠકમાં લોએસ્ટ ટેન્ડરની રકમ  કરોડ ૮૬ લાખ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું. એસ્ટેટ કમીટીની બેઠકમાં એમબીએ ભવનમાં સેક્ધડ ફલોર પર લાઈબ્રેરીના બાંધકામ અંગે ઈ-ટેન્ડરીંગથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં લોએસ્ટ ભાવ ના ખર્ચ અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સર્વાનુમતે આ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટની એકટીવીટી પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં મેન્ટેનન્સના વાર્ષિક કોન્ટ્રાકટ અંગે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં સર્વાનુમતે  મંજૂર કરવામાં આવ્યા હતા.આજની આ મીટીંગમાં સિન્ડીકેટ સભ્યો તેમજ ડો. નેહલભાઈ શુકલ, ડો.અનિરુધ્ધસિંહ પઢીયાર, ડો.વર્ષાબેન છીછીયા, ડો.હરદેવસિંહ જાડેજા, કુલસચિવ ધીરેન પંડયા, ડો.નિદત બારોટ, રાહુલ મહેતા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.