રૂડા કાલાવડ રોડ પર આપશે ૨૪ લાખમાં ૩ બીએચકેનો ફ્લેટ

ruda
ruda

એમઆઈજી કેટેગરીના લાભાર્થીઓ ૨૨મી સુધી અરજી કરી શકશે: ૬૦ ચો.મી.ના આવાસમાં હશે અદ્યતન બાંધકામ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા  ૩ બીએચકે ના ૧૯૨ હાઈરાઈઝ ફ્લેટની યોજના. જેમાં ૧૩ માળના બિલ્ડીંગમાં પ્રથમ માળ પર પાર્કિંગની સુવિધા સાથેના અદ્યતન બાંધકામ વાળા ફલેટ રાજકોટના સ્વર્ગ સમા ગણાતા એવા કાલાવાડ રોડ વિસ્તારમાં સૌથી વિકસિત એવા ઇસ્કોન મંદિર થી તદન નજીક કાલાવડ રોડ થી ફક્ત ૨૦૦ મીટરના અંતરે રોડ ટચ આવાસ બનાવવામાં આવી રહ્યા છે.

રૂડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે નોકરીયાત વર્ગ માટે આ એક અમુલ્ય તક છે. ૬ લાખ થી ૭.૫૦ લાખ ની વચ્ચેની કુટુંબની વાર્ષિક આવક ધરાવતા લોકો એમ આઈ જીપ્રકારના આવાસ માટે અરજી કરી શકે છે. જેમાં એક માસ્ટર બેડ રૂમ, એક બેડ રૂમ તથા એક સ્ટડી રૂમની સુવિધા સાથે વિશાળ લીવીંગ રૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, ગ્રીન કોટા સ્ટોન તથા વોશ બાલ્કની સાથે રસોડું, એક અટેચ બાથરૂમ તથા એક કોમન બાથરૂમની સુવિધા સાથે અદ્યતન બાંધકામ વાળા ૬૦ ચોરસ મીટરના આવસો ફક્ત ૨૪ લાખની કિંમતમાં મેળવી શકાશે. ફ્લેટમાં વરમોરા કંપનીની વેટ્રીફાઈડ લાદી, ઉચ્ચ ગુણવતાના બાથરૂમ ફીટીંગ તથા સુરક્ષિત તથા ઉચ્ચ ગુણવતાના વાયરીંગ સાથે ઇલેક્ટ્રિક ફીટીંગ આપવામાં આવે છે. તો ઈચ્છુક અરજદારો દ્વારા ૨૨મી સુધીમાં વહેલી તકે ફોર્મ જમા કરાવે.

ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે આઇસીઆઇસીઆઈ બેંકનો સંપર્ક કરવાનો રહેશે. અરજદારો પોતાની સુવિધાના સમયમાં આ અંગે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે.

Loading...