Abtak Media Google News

જામનગરની અપેક્ષિત પાણી સમસ્યા અંગે ગત સાંજે મિટીંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં વધારાનો કોઈ પાણી કાપ લાદવો નહીં તેવો નિર્ણય લેવાયો હતો.

Advertisement

જામનગરનાં નગરજનોને પાણી પુરૃં પાડતા જળાશયો ખાલી  થઈ રહ્યા હોવાથી પીવાનાં પાણીની સમસ્યા વધતી જાય છે. બીજી તરફ વરસાદ ખેચાતા નવા નીરની આવક પણ ઘટી છે. જ્યારે હયાત પાણીનો જથ્થો ઘટતો જતો હોવાથી બે અઠવાડીયા પછી પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો થઈ શકે તેમ હોવાથી હાલનાં સમયથી જ પાણીની કરકસરના ભાગરૂપે વધારાનો એક દિવસનો પાણીકાપ લાદવા વિચારણા થતી હતી.

આ મુદે ગઈકાલે જામનગર મહાનગરપાલિકાનાં અધિકારી, પદાધિકારીઓની ગઈકાલે મિટીંગ મળી હતી. જેમાં હાલ પુરતો વધારાનો પાણી કાપ નહીં લાદવા નિર્ણય લેવાયો હતો.  એટલે હવે આગામી થોડા દિવસો સુધી યથાવત ધોરણે પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.