Abtak Media Google News

ઉમરાન મલિકે લંકાના 3 મોટા ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યાં: સિરાઝ બે વિકેટ ઝડપી: ભારત ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 1-0થી આગળ

પોતાના જ ઘરમાં ટી-20 સિરિઝ જીતનારી ટીમ ઈન્ડીયાએ વનડે સિરિઝમાં પણ વિજયી શરુઆત કરી દીધી છે.  આસામના ગુવાહાટીમાં રમાયેલી વનડે સિરિઝની પહેલી મેચ ટીમ ઈન્ડીયાએ મહેમાન શ્રીલંકાની ટીમને 67 રને હરાવીને  લીડ મેળવી લીધી છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાનું દમદાર પ્રદર્શન શુભ સંકેત છે. આ મેચમાં બેટ્સમેન વતી વિરાટ કોહલી અને બોલર વતી ઉમરાન મલિકે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. વિરાટ કોહલીએ 113 રન કર્યાં હતા તો ઉમરાન મલિકે લંકાના 3 મોટા ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યાં હતા.

ગુવાહાટી વનડેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકેટ વિકેટ ગુમાવીને  પહાડ જેટલો મોટો સ્કોર 373 રન કરીને લંકાની હાર સુનિશ્ચિત કરી નાખી હતી. ભારતીય સુકાની રોહિત શર્માએ ઓનપિંગ જોડી બદલી નાખી હતી જે અનુસાર તે પોતે અને શુભમન ગીલ સૌથી પહેલા બેટિંગ માટે ઉતરી હતી.

આક્રમક ઈનિંગ રમતાં રોહિત શર્માએ કરિયરની 47મી વન ડે ફિફ્ટી ફટકારી છે. તેણે આ ફિફ્ટી 41 બોલમાં ફટકારી હતી. રોહિતે આ સાથે વન ડે કારકિર્દીના 9500 રન પણ પુરા કર્યા છે. તો શુભમન ગીલે પણ ફિફ્ટી ફટકારી હતી. મેચમાં રોહિતે 83, ગિલે 70 અને કોહલીએ 113 રન કર્યાં હતા. 373 રનનો ટાર્ગેટ પૂરો કરીને જીત મેળવવા ઉતરેલી લંકા ટીમ ભારતના પહાડી સ્કોર સામે લાચાર થઈ ગઈ હતી. લંકા વતી એકમાત્ર કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી. શનાકાએ અણનમ રહીને 108 રન કર્યાં હતા. શ્રીલંકાની ટીમ 8 વિકેટના અંતે 306 રન જ કરી શકી હતી અને ભારત સામે 67 રને હારી ગઈ હતી. પહેલી વનડેમાં જીતની સાથે ભારતે 3 સિરિઝની વનડેમાં  1-0થી આગળની લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારતે મહેમાન ટીમ લંકાને પરાજય આપીને ટી-20 સિરિઝ પોતાને નામ કરી લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર – 664 મેચ, 100 સદી
  • વિરાટ કોહલી – 484 મેચ, 73 સદી
  • રિકી પોન્ટિંગ – 560 મેચ, 71 સદી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.