Abtak Media Google News

જળ છે તો જીવન છે તેવા સૂત્ર સાથે રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા ખર્ચીને ધરોઈ ડેમથી નીચેના ભાગે એટલેકે સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામની પાસે સાબરમતી નદી ઉપર મીની ડેમ બનાવવામાં આવ્યો છે જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાબરમતી નદી મૃતપાય બની જતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક એવી યોજના બહાર પાડી જેમાં સિરીઝ ઓફ બેરેજ નામની યોજના અમલમાં મૂકવામાં આવેલી અને આ યોજના અંતર્ગત વલાસણા બેરેજની વર્ષ 2019 માં મંજૂરી આપવામાં આવેલી ત્યારબાદ તેનું કામ શરૂ કરવામાં આવેલું અને વર્ષ 2023 માં આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે પરંતુ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેમાં ઉપરવાસમાં સારો વરસાદ થતાં આ ડેમમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે અને ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે જ્યારે આ ડેમ બનવાથી સાબરકાંઠા જીલ્લાના ઈડર  તેમજ મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના આશરે 2900 હેક્ટર જેટલા વિસ્તારમાં અને 15 જેટલા કાંઠા વિસ્તારના ગામડાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈનો સીધો લાભ મળશે તેમજ આ ડેમ ઉપર 20 જેટલા ગેટ બનાવવામાં આવેલ છે અને ડેમની લંબાઈ 413.26 મીટર છે અને ડેમના ગેટથી સાબરમતી નદી 7 કિલોમીટર સુધી એટલે કે ફલાસણ થી ઉડણીનો પૂલ બનાવવામાં આવ્યો છે ત્યાં સુધી પાણી ભરાયેલું રહેશે જ્યારે આ પાણીથી આસપાસના 7 કિલોમીટર સુધીમાં આવેલા પાણીના કુવા રિચાર્જ થશે અને જેનો સીધો લાભ ખેડૂતોને થશે અને રાજ્ય સરકારની આ યોજના સફળ નીવડી હોય તેવું હાલતો લાગી રહ્યું છે ત્યારે આસપાસના ગામોના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ડેમની ઊંચાઈ વધારવામાં આવે તો પાણીનો જથ્થો વધારે માત્રામાં ભરાઈ શકે તેમ છે અને આસપાસના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ શકે તેમ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.