Abtak Media Google News

લોકોના સ્વાસ્થ્યને લઇ ગેરમાર્ગે દોરતા વીડિયો ઉપર યુટ્યુબએ સેન્સરશિપ લાદ્યી

 

Advertisement

યુટ્યુબ ચેનલ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વિડિયો જાહેર કરે તો તેને નોટિસ પણ પાઠવવામાં આવશે

 

હાલ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ સતત વધુને વધુ જોવા મળી રહ્યા છે અને દરેક વિષયો ઉપર હવે યૂટ્યૂબ વિડીયો બનાવવામાં આવતા હોય છે. હાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વિડીયો ઉપર યુટ્યુબ કાતર ફેરવશે. એટલુંજ નહીં આ પ્રકારના વિડીયો ઉપર સેન્સરશીપ પણ લાદવામાં આવશે. બીજી તરફ જે કોઈ યુટ્યુબ પર આ પ્રકારના વિડીયો પોસ્ટ કરશે અને તેમાં જો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવું માલુમ પડશે તો તે યુટ્યુબરને નોટિસ પણ પાઠવવામાં આવશે.

 

વધુને વધુ વ્યુ મેળવવા યુટ્યુબરો દવારા વિષયો ને ધ્યાને લઈ વિડીયો બનાવવામાં આવતા હોય છે પરંતુ તે વિડિયો ખરા અર્થમાં લોકો માટે કેટલા અંશે ઉપયોગી છે તેનો કોઈ અંદાજો હોતો નથી અને પરિણામ સ્વરૂપે લોકો તે વિડિયો ને હકીકત સમજી તે મુજબની અમલવારી પણ કરતા હોય છે અને પરિણામ સ્વરૂપે તેમનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આ પ્રકારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા સરકારે અને યુટ્યુબ ચેનલ એ પણ એ અંગે ગંભીરતા દાખવી છે અને આ પ્રકારના વિડીયોને ડીલીટ કરવા સાથોસાથ સેન્સર શિપ લગાડવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે.

 

મેડિકલ પોલીસીને ધ્યાને લઈ એ વિડીયો હવે બનાવવામાં નહીં આવે તેના ઉપર આકરા પગલાં કંપની દ્વારા લેવાશે અને તેઓને નોટિસ પણ પાઠવવામાં આવશે. હાલ આ પ્રકારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય એ દિશામાં જ હાલ યુટ્યુબ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.