Abtak Media Google News

બીએસએનએલ ખાડે જતા ગાડીઓનું પેમેન્ટ ન ચૂકવાતા પોતાની ગાડીઓ બંધ કરવા વેન્ડરો મજબૂર બન્યા

સાબરકાંઠા જિલ્લામાં બીએસએનએલ સેવાને કોઈ અસર થાયતો સરકાર દ્વારા જિલ્લામાં દરેક જગ્યાએ બીએસએનએલ ઓફીસ પર લોકોને સેવાઓ ઝડપી મળી રહે અને બીએસએનએલ સેવાઓ કોઈ કારણોસર ખોટકાય તો યુધ્ધના ધોરણે સેવાને ફરી સક્રિય કરવા ગામે ગામ દુરદુર સુધી જવા દરેક ડિપાર્ટમેન્ટને ટેન્ડર પ્રક્રિયાથી ટેન્ડર બહારપાડી સરકારી ધારા ધોરણ મુજબના ભાવ નક્કી થયા મુજબ વેન્ડરો પાસેથી ટેન્ડર મગાવી સમગ્ર પ્રક્રિયાથી નક્કી થયેલ તારીખે ટેન્ડરો ખોલવામાં આવે છે ત્યારબાદ ધારાધોરણ મુજબ જે ભાવ પ્રમાણે ટેન્ડર હોય તેને બીએસએનએલ દ્વારા કામ સોંપવામાં આવેછે જ્યારે વેન્ડરો ખિસ્સાના ખર્ચા કરી નવી ગાડીઓ લાવી આ ભરતી પ્રક્રિયામાં જોડાય છે ધારાધોરણ મુજબ દર મહીનો પુરોથયે ગાડીનું પેમેન્ટ વેન્ડરોના ખાતામાં જમા કરાવવામા આવતું હોય છે પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી ખાડે ગયેલ બીએસએનએલ દ્વારા ગાડીઓનું પેમેન્ટ ન ચૂકવાતા મજબૂરન વેન્ડરોએ પોતાની સેવાઓ આપતી જેતે ખાતાઓ માંથી ગાડીઓ બંધ કરવા મજબૂર બન્યા છે છેલ્લા ૬ થી ૭ મહિનાઓ સુધી ભાડું આપવામાં આવ્યું નથી જ્યારે અહીંના અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવતા હાજર અધિકારી દ્વારા જવાબમાં કહેવામાં આવે છે કે અમે સુ કરીયે અમારા પગારો પણ થતા નથી જેથી અમે પણ આ બાબતે કઈ પણ કહેવા મજબૂર છીયે શુ આ આલા અધિકારીઓનો આ યોગ્ય જવાબ છે આવા અધિકારીઓની કામકરવાની નીતિઓને લઈ ક્યાંકને ક્યાંક બીએસએનએલ સેવાને મોટી અસરો થવા પામી છે જેને લઈ બીએસએનએલની સેવાઓથી લોકો પરેશાન થઇ પ્રાઇવેટ કંપનીઓ તરફ જવા મજબૂર બન્યા છે. અને વેન્ડરોને ગાડીઓના ભાડા છેલ્લા કેટલાય મહિનાઓથી ન ચૂકવાતા ગાડીઓ બન્ધ કરવા વેન્ડરો પણ મજબૂર બન્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.