Abtak Media Google News

ઉપવાસના સ્થળે માત્ર ગણ્યા-ગાઠયા લોકો હાજર રહેતા અલ્પેશ ઠાકોરે ઉપવાસ બે કલાક મોડા શરૂ કરી છ કલાકમાં પારણા કર્યા

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાના આક્ષેપોનો સામનો કરી રહેલા અલ્પેશ ઠાકોર ‘સદ્ભાવના’ બતાવવા માટે ઉપવાસ ઉપર બેઠા હતા. જો કે, તેમના આ ઉપવાસથી ૧૦૦ ચૂહે ખાકર બિલ્લી હઝ કો ચલી તેવો ઘાટ રચાયો હતો. તેમના વિડીયોમાં ઉશ્કેરણીજનક બાબતો હોવાનો આક્ષેપ થયા બાદ તેઓ મામલો થાળે પાડવા ઉંધામાથે પ્રયાસો કરી રહ્યાં છે.

ગઈકાલે તેમના નિવાસ સ્થાને સદ્ભાવના ઉપવાસ સવારે ૧૦ કલાકે ચાલુ થશે તેવુ જણાવાયું હતું પરંતુ આ સમયે માત્ર ૧૦ લોકો જ હાજર રહ્યાં હતા તેથી તેમણે ઉપવાસ બે કલાક મોડા શરૂ કર્યા હતા. અને ત્યારબાદ છ કલાક ઉપવાસ કરી બે બહેનોના હાથે પારણા કર્યા હતા.

તેમના આ પ્રકારના ‘સદ્ભાવના ઉપવાસ’ ફારસરૂપ સાબીત થયા છે. જે સમયે ઉપવાસ શરૂ થવાના હતા ત્યારે સ્થળ પર હાજર લોકોની સંખ્યા ઓછી હોવાથી તેમણે ઉપવાસ પણ મોડા શરૂ કર્યા હતા. તે પરથી જણાય આવે છે કે, તેમની ભાવનામાં સદ્ભાવનાનું પ્રમાણ કેટલા અંશે હતુ. તેમણે ઉપવાસ પર બેસતા પહેલા કહ્યું હતું કે, આ ક્ષણે મને મારા પક્ષ પ્રમુખના શબ્દો યાદ આવી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે અ્લ્પેશ, દેશને એકજુટ કરવા માટે આપણે રાજકારણ ખેલવુ પડશે. આપણે લોકોને પ્રેમની ભાષા સમજતા શીખવવું પડશે. બીજી તરફ ભાજપના પ્રવકતા ભરત પંડયાએ કહ્યું છે કે, કોંગ્રેસ પોતાના જ ષડયંત્રમાં ફસાઈ ગઈ છે. પરપ્રાંતિયો પરના હુમલા મામલે કોંગ્રેસ મગરમચ્છના આંસુ પાડી રહી છે. કોંગ્રેસના આ પ્રયાસ ૧૦૦ ચૂહે ખાકર બિલ્લી ચલી હઝ કો તેવો ઘાટ રચી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.