Abtak Media Google News

તેમને ઘોંઘાટીયા ગીતો ન ગમતાં, ફિલ્મ જગતનાં ટોપગ્રેડ ‘મૈડોલિયન’આર્ટીસ્ટ હતા ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અરબી અને સુફી સંગીતમાં શ્રેષ્ઠ ગીતો આપ્યા

૧૫ જુન ૧૯૧૭માં જન્મેલ સજજાદ હુશૈન ફિલ્મ સંગીત નિર્દેશકની સાથે નંબર વન ‘મૈડોલિયન’આર્ટીસ્ટ હતા. તેમનું અવસાન ર૬ જુલાઇ ૧૯૯૫માં મુંબઇ ખાતે થયું. ૩૪ વર્ષની લાંબી ફિલ્મ યાત્રામાં તેણે ર૦ ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપ્યું અને સહાયક સંગીતકારની ભૂમિકામાં રર હજારથી વધુ ગીતો ફિલ્મ જગતને આપ્યા, ૧૯૪૪ થી ૧૯૭૭ સુધી સંગીતકાર તરીકે સજજાદ હુશૈને કર્યુ હતું.

૧૯૩૭માં સજજાદ હુશૈન હિન્દી ફિલ્મજગતમાં સંગીતના સુર રેલાવવાની ઇચ્છાથી મુંબઇ આવ્યા, મિનરવા મુવીટોન અને વાડિયા મુવિટોનમાં ‚ા. ૩૦ મહિને નોકરી ચાલુ કરી, તે સિતાર, વિણા, વાયોલીન, વાંસળી, અને પિયાનો સાથે કુશળ મૈડોલિયન પ્લેયર હતા. પ્રારંભે મીર સાહબ, રફીક ગજનવી જેવા સંગીકતકારો સાથે સહાયકમાં કામ કરવા લાગ્યા. ૧૯૪૦ અભિનેત્રી મિનાકુમારીના િ૫તા અલ્લાહ બખ્શ સાથે પરિચય થયો, ને તેમણે સહાયક તરીકે તેમની સાથે કામ કર્યુ હનુમાન પ્રસાદનાં સહાયક તરીકે કામ કરતા તેનું થોડું નામ થયુ: ને ૧૯૪૪માં ફિલ્મ ‘દોસ્ત’માં સંગીતકારનું કામ મળ્યું, જેમાં નૂરજર્હાના ગીતો સાથે ફિલ્મ હિટ થઇ ગઇ, પરંતુ ફિલ્મનો શ્રેય નૂરજર્હાને મળતા સજજાદ હુશૈન દુ:ખી થયા.

સજજાદ હુશૈને સુરૈયા, લત્તાજી, આશા ભોંસલે સાથે કેટલાક સુંદર ગીતો આપ્યા, તેમની ૧૯૬૩માં આવેલી ‘‚સ્તમ સોહરાબ’ ફિલ્મનાં ગીતો ખુબજ પ્રખ્યાત થયા હતા. ‘ઐસી અજબ દાસ્તાહો ગઇ… છુપાતે છુપાતે બયા હો ગઇ’ તેમનું અવિસ્મરણીય ગીત છે. તેમાં રફી, તલત, મન્નાડે, લત્તાજીનાં સુંદર ગીતો સજજાદ હુસેનનાં સંગીતથી ચાર ચાંદ લાગી ગયા  ૨૦૧૨માં લત્તાજીએ એક મુલાકાતમાં તેમને પસંદ સંગીતકારનો નામમાં સજજાદ હુશૈન સામેલ કર્યા.

તે આખા બોલા વિવાદાસ્પદ વ્યકિત તરીકે જાણીતા હતા. એકવાર કિશોરકુમારને શોર કુમારને તલત મહેમુદને ‘ગલત’ મહેમુદ કહ્યું  હતું તેમને મદન મોહન સાથે પણ એક ગીતની ‘કોપી ’બાબતે માથાકુટ થઇ હતી. છેલ્લે તેમણે ૧૯૭૭માં ફિલ્મ ‘આખરી સજદા’ફિલ્મમાં સંગીત આપ્યું હતું. તેમણે ર૦ ફિલ્મોમાં ૧૦૦ જેટલા શ્રેષ્ઠ ગીતો ફિલ્મજગતને આપ્યા હતા.

‘સંગદિલ’ફિલ્મમાં ‘યે હવા યે રાત ચાંદની’તલત મહેમુદના સ્વરમાં શ્રેષ્ઠ ગીત સજજાદ હુશૈને આપ્યું છે. પરંતુ ‚સ્તમ સોહરાણ ફિલ્મનાં ગીતો ખુબ જ હિટ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.