Abtak Media Google News

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં Justin Bieber ની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે Justin Bieber મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે સલમાન ખાનના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈમાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરાને બીબર અને તેની ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

શેરા તેની કંપની ટાઈગર સિક્યુરીટીની સાથે અહીં કામ કરશે. તેની સાથે બધા બોડીગાર્ડ ટાઈગર સિક્યુરીટીની બેચ પહેરે છે. તમને જણાવી દઈએ કે, શેરાનો ઉલ્લેખ ૨૦૧૧ માં આવેલ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ થયો હતો. તેની પહેલા શેરા અને તેની કંપની વિલ સ્મિથ અને જેકી ચેન જેવા હોલિવુડ સ્ટારની સુરક્ષાની જવાબદારી પ્લે કરી ચૂકી છે. શેરાનું વાસ્તવિક નામ ગુરમીત સિંહ જોલી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિન બીબરનાં શોમાં સલમાન ખાન મેજબાનની ભૂમિકા નિભાવી શકે છે.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો. વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.