Abtak Media Google News

બોલિવૂડમાં જેકલીન ફર્નાન્ડીઝનો સિક્કો ખૂબ ચાલી રહ્યો છે. તે ખુદને સાતમા આકાશમાં મહેસૂસ કરી રહી છે, કેમ કે તે ધનાધન ફિલ્મો કરી રહી છે. ઢગલાબંધ ફિલ્મો કરીને તે ઉત્સાહિત પણ છે. વળી, જેકલીન સાથે સલમાન ખાનનો પણ સાથ છે. સલમાન ખાને ફિલ્મ ‘રેસ-૩’ના શૂટિંગ સાથે ‘ગો ડેડી’ની ડેટ પણ આપી દીધી છે. એવું કહેવાય છે કે આ ફિલ્મમાં પહેલી વાર સલમાન ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાને ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસોઝાને સ્પષ્ટ કહી દીધું છે કે તેણે ફિલ્મમાં જેકલીનને પણ લેવી પડશે. ડેઇઝી શાહ પણ આ ફિલ્મનો ભાગ હશે.

સૂત્રોએ જણાવ્યું કે જેકલીન પણ આ ફિલ્મમાં ચોક્કસ હશે. તે આ સિરીઝની પાછળની ફિલ્મોનો ભાગ રહી છે અને તેથી તે આ ફિલ્મથી સારી રીતે વાકેફ પણ છે. સાથે-સાથે એક્શન સીન પણ કમાલના કરી લે છે. આ સ્પીડ ફિલ્મને મોટા સ્તરે બનાવવાની યોજના છે. ‘ટાઇગર જિંદા હૈ’ ગીતમાં વ્યસ્ત રેમોએ અબુધાબીથી આવીને જેકલીનને આ ફિલ્મમાં તેના રોલ અંગે જણાવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.