Abtak Media Google News

નિરંકારી બાબા હરદેવ સિંહ જી મહારાજ ની ૬૫ મી જન્મ જયંતિ મનાવવામાં આવશે. આ સંદર્ભ માં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દેશભરમા ૩૫૦ શહેરો ની ૭૬૫ સરકારી હોસ્પિટલો માં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર ઝોન ના ઝોનલ ઇન્ચાજે શ્રી અર્જુનદાસ કેસવાણી જી એ જણાવ્યું કે ૨૩ ફેબ્રુઆરી એ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના તત્વાધાન માં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે જેમાં દેશ ના સરકારી હોસ્પિટલો પર વિશેષ ધ્યાન આપીને ચોખ્ખું અને સાફ કરવામાં આવશે. જે બ્રાન્ચ ની નજીક કોઈ સરકારી હોસ્પિટલ નથી ત્યાં બગીચાઓ ની સફાઈ અને વૃક્ષારોપણ કરવામાં આવશે.

તેઓએ જણાવ્યું કે રાજકોટ ની સિવીલ હોસ્પિટલ માં સંત નિરંકારી ફાઉન્ડેશન ના વોલિયન્ટર તથા નિરંકારી સેવાદળ ના ભાઈ બહેનો પોતપોતાની નિર્ધારિત વર્દી માં ૨૩ ફેબ્રુઆરીએ સવારે ૭ વાગે પોતાની સેવાઓ નિભાવશે અને હોસ્પિટલ ને ચમકાવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે ગુરુપૂજા દિવસ નિમિતે ૨૦૦૩ થી નિરંતર સફાઈ અભિયાન ચલાવવાઈ રહ્યા છે. ભક્તો એ જયારે નિરંકારી બાબાજી નો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા દર્શાવી તો બાબાજી એ જન્મદિવસે સફાઈ અભિયાન ની શીખ આપી. અત્યાર સુધી માં દેશ ના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળો, રેલવે સ્ટેશનો, બગીચાઓ, હોસ્પિટલોડિસ્પેન્સરી ની સફાઈ કરવામાં આવે છે. આ યોગદાન માટે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન (જગઈઋ) ને ભારત સરકારેસ્વચ્છ ભારત મિશનના અર્બન (શહેરી) બ્રાન્ડ એમ્બેસેડર (દૂત) જાહેર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.