Abtak Media Google News

રેલ્વે વુમન એશોશિએશન દ્વારા કંઇક નવી પહેલ કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશનોમાં સામાન્ય રીતે ટીકીટ કાઉન્ટર, પેસેન્જર ડેસ્ક, ટોયલેટ, કેન્ટીન અને વેઇટિંગ રુમ જેવી સુરક્ષા હોય જ છે ત્યારે ભોપાલના રેલ્વે સ્ટેશનને કંઇક ખાસ મહિલાઓ માટે કરી બતાવ્યું છે, જી, હા… આ રેલ્વે સ્ટેશન મહિલાઓ માટે સસ્તા દરના સેનિટરી પેડની સેવા આપે છે. હવે ત્યાં કોઇ દુકાનદાર નહીં પરંતુ વેન્ડીંગ મશીન લગાડવામાં આવી છે. જેમાં ૫ રુપિયા નાંખીને મુસાફરો બે સેનિટરી  પેડ મેળવી શકે છે.

રેલ્વે મહિલા એશોસિએશને આ વેન્ડિંગ મશિનનું નામ ‘હેપ્પી નારી’ રાખ્યું છે. આ વેન્ંિડગ મશીનનું ઉદ્ઘાટન આ વર્ષના પહેલા દિવસે એટલે કે ૧લી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. હેપ્પી નારી ૭૫ પેડની ક્ષમતા ધરાવે છે. ત્યારે બાદ તેમાં પેડ ભરવા પડે છે. તેના પહેલાં જ દિવસે ૬૦૦ નેપકિન વેન્ડિંગ મશીનમાંથી ઉપયોગમાં લેવામાં આવ્યા જો કે આ મશીનની કિંમત તેમજ સેનિટરી પેડનો ખર્ચો ફક્ત રુ.૨૦ હજારનો જ થયો હતો. મધ્યમ વર્ગ તેમજ નિમ્નવર્ગની મહિલાઓના આરોગ્ય માટે આ એક ખૂબ જ ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.