Abtak Media Google News

દિલ્હી હાઇકોર્ટે બુધવારે છ વર્ષ જૂના કેસમાં  કેન્દ્ર પ્રધાન સ્મૃતિ ઇરાનીને મોટી રાહત આપી હતી. બુધવારે સુનાવણી દરમિયાન,કોર્ટે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ દ્વારા સ્મૃતિ ઇરાની વિરુદ્ધ બદનક્ષીના કેસને સમાપ્ત કર્યો છે. તે જ સમયે, કોર્ટે સંજય નિરુપમની મુશ્કેલી ઊભી કરી છે.

Advertisement

સુનાવણી દરમિયાન, કોર્ટે જણાવ્યું હતું કે કૉંગ્રેસ સંજય નિરુપમે જીવંત ટીવી ચર્ચા દરમિયાન સ્મૃતિ ઇરાની પર વ્યક્તિ ગત હુમલા કરવા માટે’અપમાન જનક’શબ્દોનો ઉપયોગ કર્યો હતો,તે તેના પર બદનક્ષીની વાત બની છે. સ્મૃતિ ઇરાનીએ કોર્ટના આ રાહત આદેશ પર દિલ્હી હાઈ કોર્ટનો આભાર માન્યો હતો અને ટ્વીટર પર લખ્યું હતું કે તેની લડાઇ પણ આગળ વધશે.

 કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે એક ટીવી શો દરમિયાન અગાઉ તે પછી ભાજપના નેતા સ્મૃતિ ઇરાની પર અપશબ્દ ઉપયોગ કર્યો હતો. જ્યારે વિવાદ વધ્યો ત્યારે બંનેએ એકબીજા પર બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. બુધવારે દિલ્હી હાઇકોર્ટના ઓર્ડર પ્રમાણે, સંજય નિરૂપમ ઉપર બદનક્ષીનો કેસ ચાલુ રહેશે. જ્યારે સ્મૃતિ ઇરાની પરઆ કેસ પૂર્ણ થયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.