Abtak Media Google News

21 કલાકારે સતત 12 કલાકની મહેતનથી બનાવી રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી, 450 કિલો કલરનો ઉપયોગ કરાયો

આજે 31 ઓક્ટોબર એટલે દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનીજન્મ જયંતી ની ઠેર ઠેર વિવિધ રૂપે ઉજવણી થઈ રહી છે. ત્યારે   ખોડલધામ મંદિર પરિસરમાં એક અદભૂત અને વિશાળ રંગોળી તૈયાર કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે.

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 75 વર્ષની આયુષ્યની સ્મૃતિ રૂપે સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના આર્ટીસ્ટો દ્વારા એક રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રસ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આબેહૂબ આકૃતિ આ રંગોળી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીની ઉંચાઈ 75 ફૂટ અને પહોળાઈ 30 ફૂટ છે. આ રંગોળીતૈયાર કરવામાં 21 જેટલા આર્ટીસ્ટોએ પોતાની ભૂમિકા ભજવી છે અને સતત 12 કલાકની મહેનતથી આ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી છે.આ રંગોળી તૈયાર કરવા માટે 450 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ તકે   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલે પણ આ અલૌકિક રંગોળી તૈયાર કરનાર સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના આર્ટીસ્ટોની કળાની બિરદાવી હતી. આ અદભુત અને વિશાળ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને અન્ય રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.