Abtak Media Google News

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિએ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને બિરદાવ્યા

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ   ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ મેળવીને વર્ષ 2022માં સરકારી નોકરીઓમાં પસંદ થયેલા 188 વિદ્યાર્થીઓનો તિભવ્ય સન્માન સમારોહનું આયોજન 13 નવેમ્બર ને રવિવારે રાજકોટના મવડી-પાળ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સન્માન સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

ત્યારબાદ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા એ હાજર સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.   સ્વાગત બાદ સરકારી નોકરીમાં પસંદ થયેલા કુલ 188 તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સરદાર વલ્લભભાઈ પટેલની છબી આપીને   નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ, મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. સન્માનિત થયેલા કુલ 188 તાલીમાર્થીઓએ પોલીસ વિભાગ, પીએસઆઈ-એએસઆઈ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ટેક્નિકલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર સહિતના અન્ય વિભાગમાં નિમણૂક પામી સમાજ, સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Image 3

કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું અને મોબાઈલમાં ફ્લેશલાઈટ ચાલુ કરી મા ખોડલની આરતી કરવામાં આવી હતી.. આ પ્રસંગે  ખોડલધામ વિદ્યાર્થી સમિતિની વેબસાઈટ ૂૂૂ.સમદતલીષફફિિ.ંજ્ઞલિનું રિ-લોન્ચિંગ નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.  તાલીમાર્થીઓને તાલીમ  આપનાર તમામ ફેકલ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવી સન્માનિત થનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના માર્ગદર્શક એવા   નરેશભાઈ પટેલનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત તાલીમાર્થીઓએ માર્ગદર્શક પીઆઈ  સંજયભાઈ પાદરીયા અને પોલીસ કોન્સ્ટેબલશ્રી સંજયભાઈ ખાખરીયાનું પણ સન્માન  કરાયું હતુ.યુવાનોના માર્ગદર્શક અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન  નરેશભાઈ પટેલે  જણાવાયું હતુ કે નવા વર્ષે આ સારી શરૂઆત થઈ છે. વર્ષ 2019ના સન્માન સમારોહમાં 94 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જ્યારે આ વર્ષે 2022માં બમણા 188 દીકરા-દીકરીઓનું સન્માન કરાયું છે જે આપણા માટે ગૌરવની વાત છે.  આ ઉપરાંત   દીકરા-દીકરીઓ ક્લાસ-3, ડીવાયએસપી સુધી સીમિત ન રહીને ઈંઅજ-ઈંઙજ બને તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું

આ સન્માન સમારોહમાં   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી ીઓ,   સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ,  લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-સોમનાથના ટ્રસ્ટીઓ, દાતાઓ,  ખોડલધામ ટ્રસ્ટના ક્ધવીનર્સ , સહ ક્ધવીનર્સ, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ લિગલ સમિતિ, અન્ય સમિતિઓ, સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓના સન્માનના સાક્ષી બનીને તેઓને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.