Abtak Media Google News

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની ઘટતી સપાટીને લઈને ગુજરાત સરકારની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે નર્મદા બંધમાં પાણી સંગ્રહ કરવા સરકાર હાલ તમામ પ્રયાસો કરી રહી છે અને મધ્ય પ્રદેશના બંધોમાંથી ઉનાળામાં પાણી છોડાય એ માટે દિલ્હી ખાતેની બેઠકમાં રજૂઆત કરી છે ત્યારે હવે પાણીનો સંગ્રહ ગુજરાત સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.

Advertisement

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી હાલ 116.02 મીટર છે જેમાં લાઈવ સ્ટોરેજ માત્ર 650 mcm જેટલું છે ત્યારે ઉનાળો હજુ શરૂ થયો નથી ત્યાં જ આ દિવસમાં પીવાનું પાણી આપવું મુશ્કેલ બન્યું છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો બંધની સપાટી 122.64 મીટર હતી જે ઘટીને ફેબ્રુઆરીમાં 118.02 મીટર થઇ એટલે એક મહિનામાં 4 મીટર જેટલી ઘટી જયારે આજે 116.02 મીટર છે. એટલે વધુ 2 મીટર સપાટી ઘટી છે આમ ત્રણ મહિનામાં 6 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે.

સપાટી ઘટવાની ચાલુ રહેતા રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ છતાં પાણી હાલ ખેડૂતોને આપવામાં આવતું નથી હવે માત્ર ગુજરાતને પાણી પીવાનું મળે એના પર સરકાર હાલ ફોકસ કરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.