Abtak Media Google News

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ ચારથી વધુ સમર્થકોને સાથે નહીં લઈ જઈ શકાય

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ અન્વયે રાજકોટ જિલ્લા તથા શહેરમાં તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ મતદાન અન્વયે રાજકિય પક્ષો, ઉમેદવારો તેમજ ઉમેદવારોના ચૂંટણી એજન્ટો દ્વારા સંભવત: કરાનારા વાંધાજનક એસ.એમ.એસ. દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન થાય તેમજ ચૂંટણી શાંતિ પૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ  જેવી કે વોડા ફોન, બી.એસ.એન.એલ.,રીલાયન્સ,ટાટા,મોબાઇલ, એરટેલ, આઇડીયા, વિડીયોકોન, યુનિનોર જેવી કંપનીઓ રાજકોટ શહેર, તાલુકા તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તામાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા રાજયચુંટણી પંચ દ્વારા બહાર પડવામાં આવેલા આદેશો /સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુકત અને ન્યાયિક ચુંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરવા તથા રાજકિય પ્રકારના તેવા  ગ્રૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરવા પર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાથી એટલે કે તા.૨૧/૦૪/૨૦૧૯ થી ૨૩/૦૪/૨૦૧૯ સુધી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. રાહુલ ગુપ્તા દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના ભંગ અથવા ઉલ્લંઘન બદલ સજા થશે.

ઉમેદવારી પત્રો રજુ કરવાના સમયે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને ન લઇ જવા, તેમજ ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો ન લઇ જવા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. રાહુલ ગુપ્તાએ હુકમો કર્યા છે. તા.૦૯/૦૫/૨૦૧૯ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેર સહિત સમગ્ર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.