Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહિલામોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર મહિલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સા‚ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઈ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું દરેક વોર્ડમાં આયોજન કરવામાં આવેલ છે.

બહેનો માટેના આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય , ડો. અમિત હપાણી તેમજ ડો. અતુલ પંડયાની ટીમે જહેમત ઉઠાવી છે.

આ કેમ્પ વોર્ડ નં.૧૬માં સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ ગૌતમબુધ્ધ પ્રાથમિક શાળા નં. ૨૯, રામદેવપીર મંદિર સામે, થોરાળા મેઈન રોડ જયનાથ પેટ્રોલ પંપવાળી શેરી, ભાવનગર રોડ ખાતે તેમજ વોર્ડ નં.૧૬ની પ્રીયદર્શીની પ્રાથમિક શાળા નં. ૯૬ બી, ગોવિંદનગર મેઈનરોડ, શેરી નં.૩, શાંતેશ્વેમહાદેવ મંદિર પાસે, કેદારનાથ સોસાયટી ગેઈટની બાજુમાં, કોઠારીયા રોડ ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકા તેમજ સાંધાના રોગોના નિષ્ણાંત, જનરલ ફીઝીશ્યન તેમજ જનરલ પ્રેકટીનરો દ્વારા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર તથા જ‚રીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવશે. બહેનોએ આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનો લાભ લેવા અંજલીબેન ‚પાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખે જાહેર અનુરોધ કર્યો છે. આ કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપના મહામંત્રી કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૧૫ તથા વોર્ડ નં.૧૬ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.