Abtak Media Google News

ધુરંધર ટીમો વચ્ચે રસાકસીભરી ક્રિકેટનો પ્રેક્ષકોનો લ્હાવો

બીસીસીઆઈ ની પ્રતિષ્ઠિત ગણાતી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ નું ખંડેરી સ્ટેડિયમમાં11મી ઓક્ટોબરથી પ્રારંભ થયો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પદે 28 મેચોમાં ઇલાઈટ ગ્રુપ એ માં રાજસ્થાન, મધ્યપ્રદેશ ,મુંબઈ, આસામ ,રેલવે, ઉતરાખંડ અને મિઝોરમની ટીમો વચ્ચે ટક્કર થઈ રહી છે

પ્રથમ મેચમાં મુંબઈ મિઝોરમ વચ્ચે ખેલાયેલી ક્રિકેટમાં મુંબઈ એ ટોસ જીતીને દાવ દીધો હતો તેમાં મિઝોર અમે આઠ વિકેટે 98 રન કર્યા હતા મુંબઈ એ આ મેચમાં એક વિકેટ એ 103 રન કરીને મેચ જીતી લીધો હતોબીજી મેચમાં રેલવે અને ઉત્તરાખંડ વચ્ચે રમાયેલી મેચમાં ઉતરાખંડ એ ટોશ જીતીને દાવ આપ્યો હતો તેમાં રેલ્વે એ 20 ઓવરમાં 6વિકેટના નુકસાને 150રન કર્યા હતા. ઉતરાખંડે 19.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 154રન બનાવીને મેચ જીતી લીધો હતોત્રીજી મેચમાં આસામ અને વિદર્ભ વચ્ચે ખેલાયેલા આ સામે ટોસ જીતીને દાવ લીધો હતો અને પાંચ વિકેટ ના નુકસાનમાં 20 ઓવરમાં 161રન આપ્યા હતા. વિદર્વે 18.5ઓવરમાં 4 વિકેટ એ 162રન કરીને છ વિકેટે મેચ જીતી લીધો હતો

ચોથા મેચમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે થયેલી ટક્કરમાં મધ્યપ્રદેશ એ ટોસ જીતી દાવ લીધો હતો અને 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન 173 રન કર્યા હતા. તેની સામે 19.1 ઓવર સુધીમાં તમામ વિકેટો ગુમાવીને રાજસ્થાન માત્ર 135રન કરી શક્ય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન યજમાન પદે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 22/23માં તમામ ટીમો વચ્ચે જોરદાર ની ટક્કર અને રસપ્રદ ક્રિકેટ નો લહાવો ક્રિકેટ પ્રેમીઓને મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.