Abtak Media Google News

યુગાન્ડા -ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના મિસિસ. ગેટર્રુડે લુતાયા કાતેસા, યુગાન્ડા એમ્બેસેડર માર્ગરેટ લુસી કયોગીરે, તોમિલ ગ્રુપ યુગાન્ડા ના   સંજીવ પટેલ, જોઈન્ટ ડીજીએફટી   રોહિત સોની અને   વિકાસ કુમાર પાર્શદ (ઈસીજીસી),   આનંદ મીરાણી,   વિશાલ ગોહેલ ,   કેતન ચાંગાણી દ્વારા નિકાસલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ.

સૌરાષ્ટ્ર ને આગવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા સતત પ્રયત્નશીલ અને નિકાશ વેપાર માં સૌરાષ્ટ્ર વધુ  આગળ વધે તેને અનુલક્ષીને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિદેશી પ્રતિનિધિમંડળો ને નિમંત્રિત કરીને સતત કાર્યક્રમો યોજવામાં આવે છે.

યુગાન્ડા ઈન્વેસ્ટમેન્ટ ઓર્થો.ના મિસિસ ગેટ્રુડે લુતાયા કાતેસા, યુગાન્ડા એમ્બેસેડર માર્ગરેટલુસી કયોગીરે, તોમિલગ્રુપ યુગાન્ડાના, સંજીવ પટેલે આપ્યું નિકાસલક્ષી માર્ગદર્શન

એક્સપોર્ટર્સ કોન્કલેવ: નું આયોજન યુગાન્ડા ડેલિગેશન ની ઉપસ્થિતિમાં આત્મીય યુનિવર્સીટી ના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવલ હતું. આ કોન્ક્લેવમાં   પરાગભાઇ તેજૂરા પ્રમુખ,   રોહિત સોની (જોઈન્ટ ડીજીએફટી),   વિકાસ કુમાર પાર્શદ (ઈસીજીસી),   વિશાલ ગોહેલ(ઇમ્પોર્ટન્સ ઓફ લોજીસ્ટીકસ),  કેતન ચાંગાણી(લઇમ ઇન્સ્ટિટ્યૂટ) તેમજ   આનંદ મીરાની(ઇનોવેટિવ એન્ડ ક્રેએટિવ એપ્રોચ ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.  યુગાન્ડા  આફ્રિકાની અંદર ઇન્વેસ્ટમેન્ટ તેમજ નિકાસ થઈ શકે તેને અનુલક્ષીને માર્ગદર્શન પણ આપવામાં  આવેલું હતું જેમાં યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ના મિસિસ. ગેટર્રુડે લુતાયા કાતેસા તેમજ યુગાન્ડા ના  ભારત ખાતેના એમ્બેસેડર માર્ગરેટ લુસી કયોગીરે, તોમિલ ગ્રુપના   સંજય પટેલ વગેરે એ ત્યાં રહેલ તકો વિષે વિસ્તૃત માહિતી આપેલ હતી . આફ્રિકામાં કેવી રીતના નિકાસ થઈ શકે તેમજ ત્યાં આગળ ફૂડ પ્રોસેસિંગ તેમજ મશીનરીના પ્લાન્ટ લાગી શકે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સાથે કેટલા ટેક્સ બેનિફિટ છે તેમજ એક્સપોર્ટ કરવાથી શું ફાયદાઓ થઈ શકે છે, એ  માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.  સાથે યુગાન્ડા ની અંદર સૌરાષ્ટ્ર વાસીઓ પોતાની પ્રોડક્ટ નું  માર્કેટિંગ કરી શકે તે માટે 1 લાખ સ્ક્વેર ફીટ મા મોલ બનાવવાનું પણ નક્કી કરવામાં આવેલ.  જેથી સૌરાષ્ટ્રના મેન્યુફેક્ચરર પોતાની પ્રોડક્ટ નું ડિસ્પ્લે ત્યાં આગળ કરી શકે અને આફ્રિકા ખંડમાં તેમને એક મોટું માર્કેટ મળી શકે.

ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરવા માટે જે લાયસન્સ ની જરૂરિયાત પડે પેપર વર્ક ની જરૂરિયાત પડે તે માટે ડીજીએફટી ના જોઈન્ટ  ડાયરેક્ટર શ્રી રોહિત સોની એ   માર્ગદર્શન પૂરું પાડેલ હતું,  સાથે   વિકાસ કુમાર પાર્શદ (ઈસીજીસી) દ્વારા એક્સપોર્ટ ઇન્સ્યોરન્સ પેપર વર્ક માટે માર્ગદર્શન પૂરું પાડેલ હતું,  સાથે જ સમજાવ્યું હતું કે એક્સપોર્ટ કરનારી પાર્ટીને બ્રોડ પ્લેટફોર્મ થી ઓળખી શકાય છે જેથી રિસ્ક મેનેજમેન્ટ ઘટી જાય છે પૈસા ડૂબવાની શક્યતા પણ ઘટી જાય છે.  સાથોસાથ એક્સપોર્ટ કરવાના જે જોખમો છે તેને પણ કવર કરવામાં આવે છે અને પૂરતું માર્ગદર્શન અને નાની ટિકિટ સાઇઝ માં પણ પૂરતો સપોર્ટ આપવામાં આવે છે.  આ તબક્કે યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના મિસિસ. ગેટર્રુડે લુતાયા કાતેસા,  યુગાન્ડા માં અવેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સપોર્ટ બાબત માર્ગદર્શન પૂરું પાડેલ હતું.  કેવી જાતની ખેતી થઈ શકે છે,  કેવી રીતના ત્યાંથી એક્સપોર્ટ કરવું,   યુગાન્ડામાં શું ઈમ્પોર્ટ કરી શકાય  તે અંગે ખુબ વિસ્તારમાં માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

મેક ઈન ઇન્ડિયા મોલ બનાવવા માટે અને યુગાન્ડા માં રોકાણ કરવાથી થતા ફાયદા વિશે તેમજ ફેબ્રુઆરી માસ માં રાજકોટ ખાતે યોજવામાં આવનાર એસ.વી.યુ.એમ. 2024 ઇન્ટરનેશનલ ટ્રેડ સો અંતર્ગત  એસ.વી.યુ.એમ. ના પ્રસિડેન્ટ   પરાગભાઇ તેજૂરા દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.