Abtak Media Google News

આ કાર્યક્રમમાં એક હજારથી વધુ લાયન બિરાદરો હાજર રહેશે ઈન્ટરનેશનલ ડાયરેકટર લાયન ડો. નવલ જે. માલુ ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે: આયોજકો અબતકને આંગણે

વિશ્વના ૨૧૦ દેશોમાં ૧૪ લાખ ૫૦ હજારથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી વી સર્વ અને ભાતૃભાવની ભાવનાને વરેલી વિશ્વની સૌથી મોટી ૧૦૨ વર્ષ થી સેવા પ્રવૃત્તિથી કાર્યરત લાયન્સ કલ્બઝ ઈન્ટરનેશનલની સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ટેરેટરીઝથી બનેલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨ જે ના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ સેવા, શિક્ષણ સંસ્કૃતિની અજોડ નગરી રાજકોટ આંગણે નિરાલી રિસોર્ટના જાજરમાન હોલમાં આવતી કાલે સવારે પદગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. ડિસ્ટ્રીકટ ગર્વનર લાયન દિવ્યેશ સાકરીયા, પી.આર.ઓ. હર્ષાબા જાડેજા, પીઆરઓ લાયન ડોલર કોઠારી, આર.સી. લાયન અ‚ણ રાઠોડ, ડી.સી. બિપીન મહેતા, અનવર કેલા, નિરજ ચઢીયા, ઉમેશ ભાલાણી, કૃણાલ રાબડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

Advertisement

મારા કાર્યકાળ દરમ્યાન સમાજના છેવાડાના માનવી સુધી જઈને શૈક્ષણીક, તબીબી, માનવતાવાદી પ્રવૃત્તિ મારી ડિસ્ટ્રીકટની ૬૦ લાયન્સ કલબ ૧૨ લાયનેસ બહેનોની કલબ અને ૧૦ લીઓ યુવાનોની કલબ કરે તેવી નેમ છે.આ સમારોહમાં ઈન્સ્ટોલીંગ ઓફીસર તરીકે ઓરંગાબાદ સ્થિત મલ્ટીપલ ડિસ્ટ્રીકટ ૩૨૩ એચ. ૨ના પૂર્વ ગવર્નર અને વર્તમાન ઈન્ટરનેશનલ ડાયરેકટર મેલ્વીન જોન્સ ફેલો (એમજેએફ) લાયન ડો. નવલ જે.માલુ પોતાની આગવી અને લાક્ષણીક શેલીમાં સંગીતના સથવારે ડિસ્ટ્રીકટના પદાધિકારીઓને તેમના પદની ગંભીરતા અને ગોપનીયતાની પ્રતીતિ કરાવી શપથ ગ્રહણ કરાવશે. આ સમારોહનાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના જાબાંઝ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલજી, અમારી ડિસ્ટ્રીકટના ગાંધીધામ સ્થિત પ્રથમ વા. ગવર્નર એમ.જે.એફ. લાયન ધીરેન મહેતા અને અમરેલીના દ્વિતિય વા. ડિસ્ટ્રીકટ ગર્વનર એમ.જે.એફ. લાયન વસંત મોવલીયા, અમદાવાદના ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન દિપક ત્રિવેદી અને લાયન મણીભાઈ પટેલ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર છે. સમારોહ મધ્યે લાયન્સની, ડિસ્ટ્રીકટની તેમજ કલબની માહિતી પૂરી પાડતી એવી ડિસ્ટ્રીકટ ડિરેકટરીનું વિમોચન દિગ્ગજ લાયન નવલ માલુ તેમજ મહેમાનઓના કરકમલ દ્વારા થશે.

ડિસ્ટ્રીકટના એકઝીકયુટીવ પબ્લીક રીલેશન ઓફીસર લાયન ડોલર કોઠારીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે ઈન્સ્ટોલેશન સેરેમની પૂર્વે ડિસ્ટ્રીકટના ૬ રીજીયનના ૧૦૦૦થી વધુ લાયન બિરાદરઓ દ્વારા પોતા પોતાની કલબની અને ડિસ્ટ્રીકટની ઝાંખી કરાવતી ફેલોશીપ પરેડનું આયોજન કરવામાં આવેલ છે જેસૌ માટે આકર્ષણ રૂપ બની રહેશે.

ડિસ્ટ્રીકટ કેબીનેટ સેક્રેટરી લાયન સંજય કલકાણી અને લાયન મહેન્દ્ર પ્રજાપતી જણાવે છે કે ઈન્ટરનેશનલ ડાયરેકટર તરીકે આરૂઢ થયા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલ એમ.જે. એફ લાયન ડો. નવલ જે. માલુના હસ્તે વિવિધ એવોર્ડ આપીને કલબ તેમજ તેમના પદાધિકારીઓને સન્માનીત કરવામાં આવશે. ડિસ્ટ્રીકટના ઈતિંહાસમાં પ્રથમ વખત એવું બનશે કે પાસ્ટ ગવર્નર એમ.જે.એફ. લાયન રમેશ ઘેટીયા અને એમ.જે.એફ. લાયન હિતેશ કોઠારી આ અવસરનું સંચાલન કરશે.

આ અવસરે યુવા ગવર્નર દિવ્યેશ સાકરીયા લાયનની પ્રવૃત્તિ અંગે જણાવતા કહ્યં કે વૃક્ષ વાવો પાણી લાવો આહવાન હેઠળ પર્યાવરણ બચાવવા માટે ઠેર ઠેર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો અને ૨૧ જુલાઈ ૧ લાખ જેટલા રોપાનું વિતરણ કર્યું. આ ડિસ્ટ્રીકટ ઈન્સ્ટોલેશન માત્ર રાજકોટ માટે નહિ પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ દિવ માટે પણ યાદગાર બની રહેશે તેવું લાયન કલબના કાર્યકરોએ જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.