Abtak Media Google News

ગીરનાર પર્વત પર 1.3 ડિગ્રી,  ગાંધીનગર 5.3 ડિગ્રી, પોરબંદર 6.2 ડિગ્રી, રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક 7.3 ડિગ્રી એ પહોંચી ગયો: સાત શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં: હજી ત્રણ દિવસ કોલ્ડવેવની સંભાવના

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વવ્યું છે. રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક 7.3 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો હાડ થીજાવતી ઠંડીમાં રિતસર ધ્રુજી ઉઠયા હતા. ગીરનાર પર્વત પર 1.3 ડિગ્રીએ પહોંચી જતાં યાત્રિકો એ હાડથીજાવતા ઠંડીના કારણે કચ્છમાં અનેક સ્થળોએ બરફની ચાદર છવાઇ ગઇ હતી. હજી શીત લહેરનો પ્રકોપ યથાવત રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. સુસવાટા મારતા ઠંડાગાર પવનનોના કારણે દિવસભર હાડથીજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજમાર્ગો પર સવાર અને રાત્રીના સમયે સ્વયંભુ

.સંચાર બંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના નલીયાનું તાપમાન ર ડિગ્રી સેલ્સીશય અને પોરબંદરનું તાપમાન 6.2 ડિગ્રી રહેવા પામ્યું હતું. સમગ્ર ગુજરાત કાતીલ ઠંડી આગોસમાં આવી ગયું છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીર સહીત સમગ્ર ઉતર ભારતના રાજયોમાં બેફામ બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના નલીયામાં ગઇકાલે લધુતમ તાપમાનનો પારો 1.4 ડિગ્રી સેલ્સીયશે પહોંચી ગયું હતું. કાતીલ ઠંડીમાં કચ્છ જાણે કાશ્મીર બની ગયું હોય તેમ નખત્રાણા, અબડાસા, લખપત અને બન્ની સહિતના અનેક વિસ્તારોમાં વાહનો પર બરફની ચાદર છવાઇ જવા પામી હતી.

આજે નલીયામાં લધુતમ તાપમાનનો પારો થોડો ઉંચકાયો હતો. આજે પણ નલીયા ર ડિગ્રી સેલ્સીયશ સાથે હાડથીજાવતી ઠંડીમાં ધ્રુજી ઉઠયું હતું. જાણે બરફ પડી રહ્યો હોય તેવી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. જુનાગઢમાં આજે લધુતમ તાપમાનનો પારો 6.3 ડિગ્રીએ પહોચી જવા પામ્યો હતો. ગીરનાર પર્વત  પર પારો 1.3 ડિગ્રીએ પહોચી જતા યાત્રીકો  રિતસર ઠુંઠવાય ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહેવા પામ્યું હતુ. પવનની ઝડપ સરેરાશ 5.7 કી.મી. રહેવા પામી હતી.

રાજકોટમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહેવા પામ્યો હતો. ગઇકાલે રાજકોટ 8.4 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યા બાદ આજે તાપમાનનો પારો 1 ડિગ્રી પટકાયો

હતો રાજકોટનું લધુતમ તાપમાન આજે 7.3 ડિગ્રી નોંધાયું હતું. સવારે 8.30 કલાકે પણ પારો 9.6 ડિગ્રી એ પહોચ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. પોરબંદર આજે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડી શહેર બની રહ્યું હતું. પોરબંદરનું તાપમાન 6.2 ડિગ્રી નોધાયું હતું. અમદાવાદનું તાપમાન 7.6 ડિગ્રી, બરોડાનું તાપમાન 10.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 10 ડિગ્રી, ભુજનું તાપમાન 7.6 ડિગ્રી, દમણનું તાપમાન 13 ડિગ્રી, ડિસાનું તાપમાન 7 ડિગ્રી, દિવનું તાપમાન 10.1 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 13 ડિગ્રી,  ગાંધીનગરનું તાપમાન 5.3 ડિગ્રી, કંડલાનું તાપમાન 9.1 ડિગ્રી,, નલીયાનું તાપમાન ર ડિગ્રી, પોરબંદરનું તાપમાન 6.2 ડિગ્રી, અને વેરાવળનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું.

કાતિલ ઠંડીના કારણે જનજીવન ખોરવાય જવા પામ્યું છે. રવિવાર મોડી રાત સુધી જાગતુ રાજકોટ સમી સાંજે ગોદડા ઓઢીને પોઢી ગયુઁ હતું. રાજમાર્ગો પર સ્વયંભુ સંચાર બંધી જેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી ત્રણ દિવસ હજી કોલ્ડવેવનો પ્રકોપ યથાવત રહેશે. રાજયના સાત શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં રહેવા પામ્યું છે.

દેશના અનેક રાજ્યોમાં કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. હજુ પહાડી રાજ્યોમાં સતત બરફ વર્ષાના કારણે હજુ હાડ થીજાવતી ઠંડીમાંથી રાહત મળે તેવી સંભાવના જણાતી નથી. ગુજરાતમાં શાળા-કોલેજોના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

બનાસકાંઠા પંથકના ગામોમાં બરફના થર જામતા  પાકોને નુકશાન

ઉત્તર ભારતમાં હીમ વર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લામાં શીત લહેર છવાઈ છે. તેથી વાતાવરણ ઠંડુગાર બની જતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તેમાં પણ લાખણી તાલુકાના અનેક ગામોમાં મકરસંક્રાંતિની રાતે હીમ પ્રપાત થતા ઉભા પાકો સહિત વાહનો ઉપર બરફ જામ્યો હતો.તેથી ખેતી પાકોને વ્યાપક નુકશાન સાથે હાડ ધ્રુજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું હતું. દાડમના પાકને લઈ વિખ્યાત લાખણી પંથકમાં પણ હવામાન વિભાગની અગાહીના પગલે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમાં પણ એક પટ્ટાના ગામડાંઓ જેવા કે કુડા, કોટડા, મોરાલ અને થરાદ તાલુકાના રાહ, દેલનકોટ, દુધવા વગેરે ગામોમાં મકરસંક્રાંતિની રાતે હીમ પ્રપાત થયો હતો. જેના કારણે

શિયાળુ રવિ પાકોમાં દાડમ સાથે બટાટા, રાયડો ,એરંડા અને જીરું જેવા ઉભા પાકોમાં બરફની ચાદર છવાઈ જતા વ્યાપક નુકશાન થયું છે. બહાર પાર્ક કરેલા વાહનો ઉપર પણ બરફ જામતા શીત પ્રકોપથી લોકો રીતસર ડઘાઈ ગયા હતા. પાકવાના આરે ઉભેલા પાકોને નુકશાનથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

લાખણી તાલુકો દાડમની ખેતીનું હબ ગણાય છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી દાડમના પાકમાં વિવિધ રોગના આક્રમણ વચ્ચે ભાવો પણ ન મળતા ખેડૂતો અન્ય રોકડીયા પાકો તરફ વળ્યા છે.આ વખતે શરૂઆતમાં ઓછી ઠંડીના કારણે પાકો ઉપર વિપરીત અસર પડી હતી પરંતુ હાલમાં કાતિલ ઠંડી સાથે હીમ પ્રપાત થતા પાકો બળી ગયા છે. તેથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે.

આબુમાં માઇનસ 6 ડીગ્રી તાપમાન ઠંડીએ ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો

Screenshot 6 8

રાજસ્થાનમાં કકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં તો છેલ્લા 29 વર્ષોનો ઠંડીનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. ન્યૂનતમ તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયન પહોંચ્યું છે. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયાં છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરૂ શિખર પર પણ બરફ જામી ગયું છે. માઉન્ટ આબુમાં આ પહેલાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું. વરસાદી નાલા, વાસણોમાં પણ બરફ જામ્યો છે અને પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારાં 4 દિવસો સુધી કકડતી ઠંડી વરસવાની છે. ન્યૂનતમ તાપમાન માઈનસ પર સ્થિર રહેશે. 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્દ્ર  જયપુરનાં નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.