એક્સપો ગુજરાત સરકારના ડ્રીમ ઇવીને પ્રમોટ કરી રહ્યું છે:નરેશભાઈ પંચાલ, એમ.એસ.એમ.ઇ યુનિટને ખૂબ સારી એન ઉજળી તક મળશે: એક્સપોમાં 150 જેટલા એક્ઝિબીટરએ ભાગ લીધો

રાજકોટના આંગણે પ્રથમ વાર ઈવી એન્ડ એન્જિનિયરિંગ ગુજરાત એક્સપો 2023નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 17,18,19 ત્રણ દિવસ એક્સપો યોજાયો છે. એક્સપોમાં એન્જિનિયરિંગ ને પ્રાધાન્ય આપવા તેમજ વિશ્વ ફલક સુધી રાજકોટના સ્ટાર્ટ અપ તેમજ યુવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવા હેતુ એક્સપો યોજવામાં આવ્યો છે.એક્સપોના આયોજક નરેશભાઈ પંચાલ,

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,આત્મીય યુનિવર્સિટીના ડાયરેકટર નંલીનભાઈ ઝવેરી,રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણી યોગીનભાઈ છંનિયાર,જયંતીભાઈ સરધારા સહિતના મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી એક્સપોને ખુલો મુક્યો હતો.150 જેટલા એક્ઝિબીટરોએ એક્સપોમાં ભાગ લીધો છે.ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગમાં તમામ ઉદ્યોગપતિઓએ તેમજ સ્ટાર્ટ અપના ઉદ્યોગ સાહસિકો દ્વારા એક્સપોમાં પોતાનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.એવી ને પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ વિશ્વ પલક સુધી સ્ટાર્ટ અપ ઇન્ડિયા ને પહોંચાડવાના ધ્યેય સાથે સરકારનો એક્સપોને સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.

એમ.એસ.એમ.ઇ સંયોગથી એક્સપો થઈ રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ અને એમ.એસ.એમ.ઇ બંનેએ સહયોગ આપ્યો છે.આ એક્સપો વેન્ડર ડેવલોપમેન્ટ કમ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો છે.ઇવી અને એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.ઇવીમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે રાજકોટ હબ છે જેને કઈ રીતે એવી માં ક્ધવર્ટ કરવું જોઈએ તેના વિશેનું તેના કમ્પોનન્ટ પરનું પ્રદર્શન અહીં થઈ રહ્યું છે. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યું છે. ગવર્મેન્ટનો સારો સહયોગ મળી રહ્યો છે.એકસીબીટરને 75 ટકા રિફંડ પણ મળી રહ્યું છે.ગુજરાત સરકારનું જે ડ્રીમ છે ઇવીને પ્રમોટ કરવાનું.આ એક્સપો થઈ રહ્યો છે.પ્રથમવાર રાજકોટમાં યોજાઇ રહ્યો છે.પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ કોમ્પન્ટેન પણ કરવામાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીઓના પણ પ્રોજેક્ટને આમાં આવરી લેવામાં આવ્યા છે.તેમને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.પ્રમોટર કંપનીઓ પણ અહીં તેમના પ્રોજેક્ટને વિશ્વફલક સુધી લઈ જશે.એમ.એસ.એમ.ઇ યુનિટને ખૂબ સારી તક મળશે સીધા વેન્ડર તેવો બની શકે છે.ફ્લિપકાર્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે એક્સપોની મુલાકાત લીધી છે.નાની ઇન્ડસ્ટ્રીઝ આમાં જોડાયને લાભ લે જે વિદ્યાર્થીઓ છે તેમની પ્રતિભા અને પ્રોજેક્ટના વિશ્વ ફલક સુધી પહોંચાડવાની તાકાત એક્સપોમાં છે. સમગ્ર એક્સપોને સફળ બનાવવા આયોજક નરેશભાઈ પંચાલ,કમિટી સભ્યો તથા એક્ઝિબ્યુટર હોય જેમ જ ઉઠાવી છે.

એક્સપો યોજી રાજકોટમાં ખૂબ સારી પહેલ શરૂ કરવામાં આવી:અમિત અરોરા

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે,ઈવી એન્ડ એન્જિનિયરિંગ એક્સપોની રાજકોટમાં સારી પહેલ શરૂ કરવામાં આવી છે રાજકોટ એન્જિનિયરિંગ ગુડ્સ તરીકે ઓળખાય છે.ટાંચણીથી માંડી તમામ વસ્તુઓનું નિર્માણ રાજકોટમાં કરવામાં આવે છે.ટેકનોલોજી અપગ્રેડ થતી રહે છે તેમ લોકોને પણ તેની જાણકારી મળી રહે છે. વેન્ડર્સને પણ આની જાણકારી મળશે અને બંને એકબીજાના વિચારોની આપ-લે કરશે.ઇવી ક્ષેત્ર જે ભવિષ્યમાં ખૂબ મોટું ડેવલોપમેન્ટ છે. તેમાં પણ આ એક્સપોનું એક સારી પહેલ કરી છે.

ઇઝી ટુ હેન્ડલ એન્ડ ઇઝી ટુ કેરી ડ્રોનમાં અમારૂં ઇનોવેશન: ગરવીત પંડ્યા

એક્ઝિબીટર ગરવીત પંડ્યાએ જણાવ્યું કે, ડ્રોનમાં ડિઝાઇન ડેવલોપમેન્ટ અને ટેસ્ટિંગ સુધીની તમામ વસ્તુઓનું ઈનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. મેપિંગ, ફોટોગ્રાફી, અને સર્વી લેન્સના ડ્રોન અમો બનાવી છીએ. એગ્રીકલ્ચર ડ્રોનમાં સરકાર પણ અમને મદદ કરી રહ્યા છે ડ્રોન બનાવવાની પણ સરકાર એસોપી તૈયાર કરી રહ્યું છે ડ્રોનમાં અમે કોમ્પેટનેસ ઉપર ઇનોવેશન કર્યું છે ડ્રોન્સ ને મોપેડ માં પણ લઈ જઈ શકાશે ઇઝી ટુ હેન્ડલ એન્ડ ઇઝી ટુ કેરી માત્ર બે વ્યક્તિઓ દ્વારા ડ્રોન અને લોકેશન પર પહોંચાડવામાં આવે તે માટે ઇનોવેશન કર્યું છે અને લોજિસ્ટિકના ખર્ચમાં ઘટાડો મળી શકે છે.

ઇવી અને એન્જિનિયરિંગ તથા સ્ટાર્ટઅપને વિશ્વ ફલક સુધી પહોંચાડવાની તાકાત એક્સપોમાં છે:નરેશભાઈ પંચાલ

આયોજક નરેશભાઈ પંચાલે જણાવ્યું કે,એમ.એસ.એમ.ઇ સંયોગથી એક્સપો થઈ રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ અને એમ.એસ.એમ.ઇ બંનેએ સહયોગ આપ્યો છે.આ એક્સપો વેન્ડર ડેવલોપમેન્ટ કમ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો છે.ઇવી અને એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.ઇવીમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે રાજકોટ હબ છે જેને કઈ રીતે એવી માં ક્ધવર્ટ કરવું જોઈએ તેના વિશેનું તેના કમ્પોનન્ટ પરનું પ્રદર્શન અહીં થઈ રહ્યું છે..નાની ઇન્ડસ્ટ્રીઝ આમાં જોડાયને લાભ લે જે વિદ્યાર્થીઓ છે તેમની પ્રતિભા અને પ્રોજેક્ટના વિશ્વ ફલક સુધી પહોંચાડવાની તાકાત એક્સપોમાં છે. સમગ્ર એક્સપોને સફળ બનાવવા આયોજક નરેશભાઈ પંચાલ,કમિટી સભ્યો તથા એક્ઝિબ્યુટર હોય જેમ જ ઉઠાવી છે.

ઇવી એગ્રીકલ્ચરમાં મોટી ક્રાંતિ લાવશે:દેવાંગભાઈ વાછાણી

એક્ઝિબીટર ગ્રીનબુલ ઇલેક્ટ્રીક ટ્રેક્ટરના દેવાંગભાઈ વાછાણી,ઈલેક્ટ્રીક ટ્રેક્ટર માં ત્રણ કેટેગરી બનાવવામાં આવે છે 15 એચપી 18 એચપી અને 20 એચપી,ઇવી એગ્રીકલ્ચરમાં ખૂબ મોટી ક્રાંતિ લઈ આવશે. ઈલેક્ટ્રીક ટ્રેક્ટર ડીઝલની મોટા પાયે બચત ખેડૂતને કરી આપશે. એન્વાયરમેન્ટના પણ ખૂબ મોટા બેનિફિટ એવી ટ્રેક્ટર થી મળી રહેશે. નજીકના ભવિષ્યમાં ઈલેક્ટ્રીક યુગ આવી જ રહ્યો છે. બે વર્ષ પહેલા પ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર નો ઈજાત કર્યો હતો. અમારી એકમાત્ર કંપની બધી રીતે પ્રોડક્શન વાઈઝ માર્કેટમાં આવી ગઈ છે.4,6,અને 8 કલાકનું બેકઅપ ત્રણેય રેન્જમાં આપવામાં આવી રહ્યું છે શરૂઆત ની કિંમત 6 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.