Abtak Media Google News

Screenshot 3 8રાજયના 10 તાલુકાઓમાં એક ઇંચ સુધી વરસાદ સિઝનનો 32.52 ટકા વરસાદ વરસી ગયો

સૌરાષ્ટ્ર્ર-કચ્છમાં સતત અગિયારમાં દિવસ પણ મેધકૃપા  વરસી હતી. ગઇકાલે તાલાલામાં 3 ઇંચ અને જામકંડોરણામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 44 તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું હતું. આવતીકાલથી ફરી રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વ જ વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો દરમિયાન ચોમાસાના આગમન બાદ સંતોષકારક વરસાદના કારણે મોલાત પર કાચુ સોનું વરસુ હતું. સારા વરસાદના કારણે વાવતેરમાં પણ વધારો થયો છે મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત 11માં દિવસે મેધ કૃપા વરસી હતી. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 44 તાલુકાઓમાં વરસાદ પડયો હતો.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જયારે રાજકોટના જામકંડોરણામાં બે ઇંચ વરસાદ પડયો હતો. મેંદરડામાં પોણા ઇંચ, રાજુલામાં પોણા બે ઇંચ, ઉમરગામમાં સવા ઇંચ, લાઠી, ઉપલેટા, વાપી અને જુનાગઢમાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. વંથલી, પારડી, ખાંભા, બરવાળા, પાદરા, લીલીયા, ખેરગામ અને કોડીનારમાં અધો ઇંચ વરસાદ પડી ગયો છે જયારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા પડયા હતા.

નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજયમાં આવતી કાલ ચાર દિવસ ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, સુરત, નવસારી અને તાણી જીલ્લાના સાત તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેધાવી માહોલ જોવા મળી રહ્યો છે.રાજયમાં આજ સુધીમાં સિઝનનો 32.52 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં કચ્છ રિજીયનમાં સૌથી વધુ 87.44 ટકા, ઉતર ગુજરાતમાં 29.30 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 20.45 ટકા, સૌરાષ્ટ્રમાં 48.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 26.38 ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પડેલા વરસાદની ટકાવારી પર નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 32.18 ટકા, રાજકોટ જિલ્લામાં 48.49 ટકા,  મોરબી જીલ્લામાં 35.91 ટકા, જામનગર જિલ્લામાં 56.24 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 48.09 ટકા, પોરબંદર જિલ્લામાં 36.70 ટકા, જુનાગઢ જિલ્લામાં 70.91 ટકા, ગીર સોમનાથ જીલ્લામાં 53.47 ટકા, અમરેલી જીલ્લામાં 46.72 ટકા, ભાવનગરમાં 36.13 ટકા અને બોટાદ જીલ્લામાં 33.84 ટકા વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રવાસીઓ હવે મેધરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે સતત વરસાદથી હવે લીલા દુષ્કારની પણ ભીતી ઉભી થવા પામી છે. આવતીકાલથી ફરીચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.