Abtak Media Google News

યુનિવર્સિટીના 300થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફીક પોલીસના  ડીસીપી પુજા યાદવે વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમો, ફરજો અને ટ્રાફીક સમસ્યાઓનાં નિવારણ  અંગે માર્ગદર્શિત કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ  પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને “ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ” યોજાએલ હતો.

આ કાર્યક્રમમાં રાજકોટ ટ્રાફીક પોલીસના ડીસીપી પુજા યાદવે વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમો, આપણી ફરજો અને ટ્રાફીક સમસ્યાઓના નિવારણ અંગે માર્ગદર્શિત કર્યા હતા.

રાજકોટ ટ્રાફીક ડીસીપી પુજા યાદવે જણાવ્યું હતું કે, આપણું જીવન અમૂલ્ય છે. બધા નાગરિકોએ ટ્રાફીકના નિયમોનું પાલન કરવું જોઈએ. આજે જનસંખ્યા અને વાહનોની સંખ્યા વધવાને કારણે દરેક જગ્યાએ ટ્રાફીકની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાના નિવારણ માટે આપણે ટ્રાફીકના નિયમોનું પાલન કરવું જોઈએ.

આજના સમયમાં સ્પીડ સાથે વાહન ચલાવવાથી, ટ્રાફીકના નિયમોનું પાલન ન કરવાથી ખુબ વધારે અકસ્માતો થાય છે અને અકસ્માતથી મૃત્યુ પણ થાય છે. આ અકસ્માતોને રોકવા માટે યુવાનોમાં ટ્રાફીક અવેરનેસ ખુબ જરુરી છે. યુવાનોએ ટ્રાફીકના નિયમો પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. યુવાઓમાં ટ્રાફીકના નિયમોની જાગૃતિ આવવાથી અકસ્માતો ઘટાડી શકાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજના સમયમાં ટ્રાફીક અવેરનેસ ખુબ જરુરી છે. ટ્રાફીકના નિયમોનું પાલન ન થવાથી અકસ્માતો થાય છે અને લોકોએ ખુબ હાલાકી ભોગવવી પડે છે. આજના યુવાનોમાં કંઈ પણ કરી છૂટવાનું સામર્થ્ય રહેલું છે. યુવાનો ટ્રાફીકના નિયમો જાણે અને પોતાના પરિવાર, મિત્ર અને સમાજમાં ટ્રાફીક અવેરનેસ લાવે એ જરુરી છે.

કુલપતિ એ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં જાગૃતિ આવે અને યુવાનો રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી બને એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં

ઈંક્ષમશફક્ષ ઊંક્ષજ્ઞૂહયમલય જુતયિંળ અંતર્ગત “રોડ સેફટી” અને “ટ્રાફીક એજ્યુકેશન” ના બે-બે ક્રેડીટના અભ્યાસક્રમો શરુ કરવામાં આવશે. આ અભ્યાસક્રમો શરુ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવીંગ લાયસન્સ અને હેલ્મેટ ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો હતો.

આ કાર્યક્રમમાં ટ્રાફીક પોલીસ એસીપી જે.બી. ગઢવી તથા રાજકોટના આરટીઓ કેતનકુમાર ખપડેએ વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો વિશે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં નિવૃત આરટીઓ જે.વી. શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમભાઈ કાંબલીયા તથા કુલસચિવ ડો. હરીશ રુપારેલીઆ, ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપક ડો. ધારા દોશીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.