Abtak Media Google News

૧૬મી જાન્યુઆરીથી ગઅઅઈ કમીટીનું ઈન્સ્પેકશન

આ વખતે ગઅઅઈનું જજમેન્ટીવ મુલ્યાંકનના બદલે કોન્ટેટીવ મુલ્યાંકન: એ-પ્લસ ગ્રેડ મેળવવા યુનિવર્સિટીના અધિકારી અને હેડની કસરત શરૂ: કાલે કોર કમીટીની મીટીંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવનારૂ વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીમાં ગઅઅઈ નું મુલ્યાંકન થનારૂ છે. જો કે આ વખતે ગઅઅઈ ના જજમેન્ટીવ મુલ્યાંકનને બદલે કોન્ટેટીવ મુલ્યાંકન થનાર છે ત્યારે એ-પ્લસ ગ્રેડ મેળવવા યુનિવર્સિટી દ્વારા આજથી બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આજે અધિકારી અને હેડ બેઠક મળી હતી જેમાં અનેક સુચનો કરવામાં આવ્યા હતા. ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી કે જે એ ગ્રેડ ધરાવે છે તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અનેક સમયથી અનેક છબરડા અને ભ્રષ્ટાચારો થઈ રહ્યાં છે ત્યારે હવે યુનિવર્સિટી પોતાની આબરૂ સાચવવા દર અઠવાડિયે કોર કમીટીની મીટીંગ  બોલાવાની છે. જેમાં ઈન્પેકશન સુધી દર મંગળવારે સવારે ૧૧ વાગ્યે કોર કમીટીની મીટીંગ મળશે અને ત્યારબાદ ૧૨ વાગ્યે જે કોર કમીટીના સભ્યોને ભવનોની જવાબદારી સોંપાય છે તે ભવનના હેડ સાથે બેઠક કરીને એ-પ્લસ ગ્રેડ મેળવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. એકબાજુ એ-પ્લસ ગ્રેડના સ્વપ્નને સીધ્ધ કરવા કુલપતિ-ઉપકુલપતિ સહિત ૭ સભ્યોની કોર કમીટીની મીટીંગ મળી છે. ત્યારે બીજીબાજુ યુનિવર્સિટીમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં અનેક નાના મોટા પ્રશ્ર્નો થઈ રહ્યાં છે જેથી યુનિવર્સિટીનું નાક કપાઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળશે કે કેમ તે મોટો સવાલ છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દિવસને દિવસે ખાડે જઈ રહી છે ત્યારે યુનિવર્સિટીની આબરૂ સાચવવા યુનિવર્સિટી તખતો તૈયાર કરી રહી છે. આ વખતે નેકના મુલ્યાંકનની પદ્ધતિ થોડી અલગ છે. ગયા વર્ષે સોએ સો ટકા નેકની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રૂબરૂ આવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે ૭૦ ટકા જેટલી મુલ્યાંકન પદ્ધતિ ઓનલાઈન કરવામાં આવી છે. તેમજ હવે ૩૦ ટકા જેટલી મુલ્યાંકન પદ્ધતિ બાકી રહી છે. તે આગામી વર્ષ ૨૦૨૧ને જાન્યુઆરીથી શરૂ થશે.

યુનિવર્સિટી દ્વારા અનેક છબરડાઓ તેમજ પેપરો કાઢવામાં થતી ભુલો, ભવનોમાં કેટલા વિદ્યાર્થીઓ, ભવનોના સંશોધનાત્મક વિષયો, સેમીનારો આ તમામની અધુરી માહિતીને લઈ ફાર્મસી ભવનમાં લેબોરેટરીના ઠેકાણા ન હોય તેને લઈ નેકનું મુલ્યાકન પાછળ ઠાલવવું પડ્યું હતું.  અગાઉ ગયા વર્ષે જ નેક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલ્યાંકન માટે આવવાનું હતુ પરંતુ આવી ગંભીર ભુલોને લઈ યુનિવર્સિટીમાં દિવસને દિવસે વિદ્યાર્થીનું ભાવી જોખમાય રહ્યું છે. જો કે હવે એકમાત્ર ઉપાય છે કે, નેકની ટીમ મુલ્યાંકનમાં આવે અને આ વર્ષે પણ યુનિવર્સિટીના એ માંથી એ-પ્લસ ગ્રેડ મળે.

નેકની મુલ્યાંકન ટીમ ૭ ક્રાઈટ એરીયા મુજબ મુલ્યાંકન કરશે જેમાં અભ્યાસક્રમના ૧૫૦ માર્કસ, ટીચીંગ એન્ડ લર્નીંગના ૨૦૦ માર્કસ, રીસર્ચ ઈનોવેશન એન્ડ એક્ષટેન્શનના ૨૫૦ માર્કસ, ઈન્ફાસ્ટ્રકચર અને લર્નીંગ રીસોર્સીના ૧૦૦ માર્કસ, સ્ટુડન્ટ સ્પોટ એન્ડ પ્રોગ્રેશનના ૧૦૦ માર્કસ, ગર્વમેન્ટ લીડરશીપ અને મેનેજમેન્ટના ૧૦૦ માર્કસ તેમજ ઈન્સ્ટીટયુશન વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેકટીશના ૧૦૦ માર્કસ આ ૧૦૦૦ માર્કસમાંથી ૩૦ ટકા માર્કસ યુનિવર્સિટીને ક્વોલીટી આધારીત મળવાના છે ત્યારે સૌની નજર તેના પર જ છે કે આ વર્ષે યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળશે કે કેમ?

Screenshot 2 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.