Abtak Media Google News

આજના યુગમાં એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં નારી પાછળ હોય ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે જેમાં મહિલા IPLની હરાજીમાં જામનગરની બે ખેલાડીને સ્થાન મળ્યું છે. વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે.

Whatsapp Image 2023 02 09 At 13.05.12

કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર)ને સ્થાન મળ્યું છે.

Screenshot 8 13

 

જામનગરની બે ખેલાડીની બેસ પ્રાઈઝ ૧૦ લાખ

મહિલા પ્રીમિયર લીગ સિઝનમાં કુલ 5 ટીમો હશે, જેમાં કુલ 90 સ્લોટ ખાલી છે. એટલે કે 409માંથી વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. વિદેશી ખેલાડીઓ માટે વધુમાં વધુ 30 સ્લોટ ખાલી રહેશે. મહિલા IPL 2023માં ફ્રેન્ચાઈઝીઓ જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર) ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈસ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે.

246 ભારતીય ખેલાડીઓએ કરાવ્યું’તું રજિસ્ટ્રેશન

આઈપીએલની પ્રથમ હરાજીમાં 1525 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ, જેમાંથી 409 મહિલા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાંથી 246 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 163 મહિલા ખેલાડીઓ વિદેશી છે. જેમાંથી 8 ખેલાડીઓ સહયોગી દેશોના છે. ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મુળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.

ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લૈનિંગ, એલિસા હિલી, જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈવર-બ્રન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલો જાફ્તા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરિન ફિરી એવી ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે,.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.