Abtak Media Google News

યોગ્ય સુખસુવિધા આપતા સાવજોની આવરદા વધી

કહેવાતું કે મોતિયો લોકો જ ઉતારતા પરંતુ હવે સ્થિતિ માં પણ બદલાવ આવ્યો છે અને હવે સાવજોના પણ મોતિયા ઉતારવામાં આવશે. ગિરનાર જામવાળા રેન્જમાં છેલ્લા ઘણા મેથી સાવજ કોઈપણ પ્રકારની ગતિ વિધિ ન કરતો હોવાની જાણ રેન્જના અધિકારીઓએ થતા તેઓએ તેમને વેટરનરી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો ત્યાં પ્રાથમિક તપાસ બાદ એ વાત સામે આવી કે, સાવજને અંધાપો આવ્યો છે ત્યારે એ અંધકારને દૂર કરવા માટે વેટરનરી ડોકટરો દ્વારા ખૂબજ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને અંતે ભારે મહેનત બાદ સાવજને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક થતા તે હવે વિચાર રૂપથી પોતાનું જીવન જીવી શકશે.

દરેક લોકોને એ વાતનો ખ્યાલ છે કે સાવજોની આવરદા ખૂબ જ ઓછી હોય છે પરંતુ જે રીતે સરકાર દ્વારા તેમના માટે સુવિધા આપવામાં આવેલી છે તેને ધ્યાને લઈ હાલ સાવજોની આવરદા વધી રહી છે પરિણામે તેઓને અંધાપો પણ આવતો હોવાનું સામે આવ્યું છે. વેટરનરી ડોકટરો દ્વારા સાવજનું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ગુજરાતનું કદાચ પ્રથમ ઓપરેશન હોઈ શકે અને તે હવે 100 ટકા દ્રષ્ટિ ધરાવે છે.

આ પૂર્વે વેટરનરી ડોક્ટરોની સાથોસાથ જૂનાગઢના આઈ સર્જન પણ સાવજ ને જોવા માટે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેના તમામ રિપોર્ટો ચેક કરાવ્યા બાદ મોતિયાનું ઓપરેશન કરવા માટે નિર્ણય લીધો હતો. આ મોતિયાના ઓપરેશનમાં ડોક્ટર માટે કપરાં ચડાણ સમાન હતું કે માનવના જે મોતિયાનું ઓપરેશન થતાં હોય તેનો લેન્સ નિર્ધારિત સાઈઝનો હોતો હોય છે.

પરંતુ સાવજ ની આંખનો લેન્સ કઈ સાઇડનો હોય તેનું અનુમાન ન હતું પરંતુ તે સમયે જ કોઈ એક સાવજ ના મૃત્યુ થવાની ભાળ મળતાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેની આંખનો લેન્સ અન્ય શહેરમાં લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ જે તે સાઈઝ અંગે માહિતી મેળવી હતી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ જે સાવજનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું તેને ઓપરેટિંગ ટેબલ ઉપર ખસેડવા માટે પાંચથી છ લોકો ની મદદ લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.